ગુજરાત

સુરતનું હવામાન બદલાયું

સુરત

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આજે શહેરનું હવામાન બદલાતા સવારે આકાશ વાદળોથી ધેરાવાની સાથે અચાનક કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા બાદ ફરીથી હવામાન પૂર્વવત થતા અસહય ગરમીના પગલે તાપમાનનો પારો 38.6 ડિગ્રી નોંધાયો હતો.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 38.6 ડિગ્રીલઘુતમ તાપમાન 27.6 ડિગ્રીહવામાં ભેજનું પ્રમાણ 37 ટકાહવાનું દબાણ 1007.5 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 5 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર જોવા મળી રહી છે. જેના કારણે આજે સવારે અચાનક હવામાનમાં પલ્ટો આવતા વાદળછાયુ વાતાવરણ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. જો કે થોડીવારમાં જ ફરી વાતાવરણ બદલાયુ હતુ. અને આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થતા ગરમી વરસવા માંડી હતી. હવામાન પલ્ટાના કારણે શહેરીજનોએ આજે સવારે ઠંડક અને ત્યારબાદ ગરમીનો અનુભવ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x