લોકોની તબિયત અને અર્થતંત્રનું આરોગ્ય જાળવવા જરૂરી, લોકડાઉન અંતિમ વિકલ્પ : PM મોદી
દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.
મોદીએ કહ્યું કે, ‘ સાથીઓ! મારી વાતને વિસ્તારથી જણાવાત પહેલાં હું દેશના તમામ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશે. તમે કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તમે આ સંકટને પોતાના પરિવાર, સુખ અને ચિંતાઓને છોડીને બીજાના જીવનમાં બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો. આપણાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કઠિનથી કઠિન સમયમાં પણ ધેર્ય ન ગુમાવવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા યોગ્ય નિર્ણય પણ લો, ત્યારે જ આપણે વિજય મેળવી શકીશું. આ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે.’
આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી જ વધી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ સેક્ટર, તમામના પૂરતાં પ્રયાસ છે કે દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે. ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાઈને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રાજ્યોમાં 1 લાખ નવા સિલિન્ડર પહોંચાડવાના હોય, ઉદ્યોગોમાં ઉપયોગ થનારા ઓક્સિજનને મેડિકલ હોય, ઓક્સિજન રેલ હોય, દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.’
તેઓએ કહ્યું હતું કે આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સતત પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડના રૂપમાં ઓળખવામાં આવે છે. મહામારી દરમિયાન અમે દુનિયાભરમાં 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવી હતી. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે વિવિધ મોટા પડકારોનો સામનો કર્યો હોવા છતાં નિકાસમાં 18%ની વદ્ધિ કરી છે, જે એની ક્ષમતાને દર્શાવે છે.