રાજકોટ સિવિલમાં 55 વર્ષીય દર્દી મહિલા પર વોર્ડબોયે આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં કોરોના વચ્ચે શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલમાં દર્દી મહિલા પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાએ ખુદ વૃદ્ધા અને તેમના પરિવાર સહિતના લોકો હતપ્રત થઈ ગયા છે.
ઘટના એવી છે કે રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ હતુ એટલે તેમને પ્રાથમિક ધોરણે કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધાને વોર્ડબોયે પહેલા માથુ દબાવવાનું કહ્યુ અને પછી પોતાના બદઈરાદાઓ છતા કર્યા. વૃદ્ધા શારિરિક રીતે તેનો પ્રતિકાર કરવા સક્ષમ ન હતા પણ આ અંગે તેમના પરિવાર અને હોસ્પિટલમાં અન્ય લોકોને જાણ થતા આખરે મામલો પોલીસ સ્ટેશન અને મહિલા હેલ્પ લાઈન પર પહોંચ્યો હતો.
ઘટનાને પગલે 181ની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી વિગતો મેળવી હતી. પોલીસ અધિકારીએ પણ વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે પોતાની સાથે અજુગતું થયું છે અને તે શખ્સ સામે આવે તો પોતે ઓળખી જશે તેવું કહ્યુ હતુ.
ત્યારે ત્યાં ફરજ પર હાજર તમામ વોર્ડબોયને ત્યાં હાજર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડબોય હિતેશ ઝાલાની ઓળખ થઈ હતી અને પ્રદ્યુમનનગર પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી જેને પરીણામે વોર્ડબોય હિતેશ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. વોર્ડની બધી લાઈટો બંધ કરી કૃત્યુ આચર્યુ હતુ.
પોલીસ સુત્રોના જણાવ્યાનુંસાર ફરિયાદ બાદ શુક્રવારે હોસ્પિટલના જે વોર્ડમાં ઘટના બની છે. તે વોર્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ સારવાર લઇ રહેલા દર્દીઓની પૂછપરછ કરવામાં આવશે.