ગાંધીનગરગુજરાત

ખેતિની જમીન પર બનેલી સોસાયટીઓને કાયદેસર કરતા નિયમો અમલી

ગાંધીનગર:
રાજ્યમાં નગરો, શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની કે ખાનગી જમીન પર સૂચિત કે નોંધાઇ ન હોય તેવી સોસાયટીમાં વસતા લોકોના મકાનોને મહેસૂલી ટાઇટલ આપી કાયદેસર કરવા અંગે કાયદામાં થયેલા સુધારા અન્વયે નિયમો જાહેર કરીને સરકારે તેનો અમલ શરૂ કર્યો છે. આ નિર્ણયથી અંદાજે 5 લાખ પરિવારોને પોતાનાં મકાનનું ટાઇટલ મળી શકશે.

મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં ગામ, નગર, શહેર તથા પરિવર્તનીય વિસ્તારોની ઘરથાળની હદ નક્કી કરવા કલેક્ટર દ્વારા અનુસરવાની પ્રક્રિયા, જાહેરનામાની પ્રક્રિયા, મહેસૂલ સેટલમેન્ટની કાર્યવાહી, દાવા અરજી સાથે જોડવાના પુરાવા, ઓળખના પુરાવા, અરજીઓની ચકાસણી, સરકારી લેણાની ભરપાઇ સહિતની કાર્યપદ્ધતિ સૂચવતા નિયમોનો સમાવેશ કરાયો છે. તેમણે ઉમેર્યું કે સતત વધતી માંગની સામે મકાનોની પૂરતી સંખ્યા ન હોવાના કારણે ખાનગી માલિકીની ખેતીની જમીનો ઉપર પ્લોટિંગ કરીને વસતા લોકોની સંખ્યા પણ વધી છે આવી સૂચિત સોસાયટીમાં બનેલા મકાનોને આ કાયદામાં થયેલા સુધારાથી કાયદેસરતા મળશે.

ads image

2 thoughts on “ખેતિની જમીન પર બનેલી સોસાયટીઓને કાયદેસર કરતા નિયમો અમલી

  • નતું ભાઈ

    Surat ગુજરાત સુરત ની જે સોસાયટીઓ ની જમીનો માં ટાયટલ ક્લીયર નથી,સરકારશ્રી એન્ટ્રી છે અથવા ગેરકાનૂની બાંધકામો છે અને કોઈપણ કાનૂની લોચા ને લીધે દસ્તાવેજ નથી થતો તે તમામ પ્લોટ ધારકો કે સોસાયટી નાં પ્રમુખો રૂબરૂ મળો,કોઈપણ ચાર્જ લીધા વિના ફોર્મ અપાશે ભરવા મદદ મળશે. નટુભાઈ લાગેરહો ને ગુલાબી ગેંગ ઓફિસે,સેન્ટ્રલ બસ સ્ટેશન નાં ખાંચા માં surat ફોન કરીને ૯૮૭૯૨૯૦૬૦૧ .
    રાજ્યમાં નગરો, શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની કે ખાનગી જમીન પર સૂચિત કે નોંધાઇ ન હોય તેવી સોસાયટીમાં વસતા લોકોના મકાનોને મહેસૂલી ટાઇટલ આપી કાયદેસર કરવા અંગે કાયદામાં થયેલા સુધારા અન્વયે નિયમો જાહેર કરીને સરકારે તેનો અમલ શરૂ કર્યો છે. આ નિર્ણયથી અંદાજે 5 લાખ પરિવારોને પોતાનાં મકાનનું ટાઇટલ મળી શકશે.
    જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં ગામ, નગર, શહેર તથા પરિવર્તનીય વિસ્તારોની ઘરથાળની હદ નક્કી કરવા કલેક્ટર દ્વારા અનુસરવાની પ્રક્રિયા, જાહેરનામાની પ્રક્રિયા, મહેસૂલ સેટલમેન્ટની કાર્યવાહી, દાવા અરજી સાથે જોડવાના પુરાવા, ઓળખના પુરાવા, અરજીઓની ચકાસણી, સરકારી લેણાની ભરપાઇ સહિતની કાર્યપદ્ધતિ સૂચવતા નિયમોનો સમાવેશ કરાયો છે. તેમણે ઉમેર્યું કે સતત વધતી માંગની સામે મકાનોની પૂરતી સંખ્યા ન હોવાના કારણે ખાનગી માલિકીની ખેતીની જમીનો ઉપર પ્લોટિંગ કરીને વસતા લોકોની સંખ્યા પણ વધી છે આવી સૂચિત સોસાયટીમાં બનેલા મકાનોને આ કાયદામાં થયેલા સુધારાથી કાયદેસરતા મળશે.
    https://docs.google.com/drawings/d/1OdGku4qNKpwkDuOE5GcocG_daif_QgPPkc7hjhcJ_ug/edit

    Reply
    • Manzil News

      Please send your news in our mail

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x