ગાંધીનગર

કોરોના દર્દીઓને સાંત્વના અને મનોબળ આપતી સ્મિત ફાઉન્ડેશન સંસ્થા

ગાંધીનગર :

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના દર્દીને વ્હીલ પાવર, સાત્વના, હતાશા, ચિંતા રોગ, મનોબળ, હિંમત આપવામાં આવી રહી છે સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ અને ટ્રસ્ટી આનંદ પારેખ વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારની કંડીશનમાં કોરોનાની બીજી લહેર વધતા કોઈ હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, ક્યાય ઓક્સીજન નથી અને ક્યાંક ઈન્જેકશનનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે અમારી સંસ્થા તરફથી માનસિક રીતે તાણ અનુભવતા દર્દીઓને ૨૫ એપ્રિલ થી સરકારની ગાઈડલાઈન્સ મુજબ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારી ટીમ દ્વારા કોરોના દર્દીઓનું કાઉન્સીલીંગ કરી તેમનું મનોબળ વધારી રહી છે. આ ટીમમાં જીત પારેખ, ડૉ. હર્ષ જોશી, ગરીશ પારેખ, જીતેન શેખાની, ડૉ.સુરભી જોશી, કિંજલ ગોખલે, મિલાપ પરમાર, નીતિન રાજપૂત અને મેહુલ મકવાણા થકી અલગ હોસ્પીટલોમાં જઈ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને આ કોરોના મહામારીમાં હોમ કોરનટાઈન થયેલા દર્દીઓને ઘરે ઘરે જઈને સ્મિત ફાઉન્ડેશનની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટીફીન સેવા પણ આપવામાં આવી રહી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x