અમદાવાદ : વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, 21 દર્દીઓ વોર્ડમાં હતા દાખલ
અમદાવાદ :
અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથ ૩ હજારથી વધુ કેસ સામે આવી રહા છે. જ્યારે હવે અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ ઘટના સામે આવી છે. અમદાવાદના હ્ર્દય સે હોસ્પિટલમાં આગ લાગી છે.
અમદાવાદના એલિસબ્રીજ ટાઉન હોલ પાસે આવેલી હ્રદય સે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર સેફ્ટીને કારણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર icu વોર્ડમાં એકા-એક ભીષણ આગ લાગી ગઈ હતી. ભોંયરામાં શોર્ટ સર્કિટના લીધે આગનો બનાવ બન્યો હતો.
જ્યારે રાહતના સમાચાર એ છે કે, આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા ૨૧ જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓને બચાવી લેવાયા છે. ફાયર સેફ્ટી અને ડોક્ટરની સતર્કતાએ દર્દીના જીવ બચાવ્યા છે. અનેક કોવિડ હોસ્પિટલમાં આગ લગતા દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ફાયર સેફ્ટી વગર ધમધમતી હોસ્પિટલ સામે ઉદાહરણ સમાન હોસ્પિટલ સામે આવી છે. હોસ્પિટલની ફાયર સેફ્ટીએ 21 દર્દીઓના જીવ બચાવ્યા છે. જ્યારે આગની ઘટનાથી સ્પસ્ટ છે કે ફાયર સેફ્ટી જરૂરી કેમ છે.