રાજ્યમાં 7થી 14 મે વચ્ચે ભારે વરસાદની આગાહી
આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7થી 14મીમે વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્યમાં વરસી શકે છે વરસાદ.
અમદાવાદમાં 20 જૂન પછી ચોમાસુ
હવામાન એક્સપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે 26થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે અને 15 જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં 15 જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.
સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટરથી લઈ 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.