દેશને ટૂંક સમયમાં જ મળી શકે છે ચોથી કોરોના વેક્સિન-‘ZyCoV-D’
ભારતને કોરોના સામે ચોથુ ‘શસ્ત્ર’ મળે તેવી સંભાવના મજબૂત થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ આ મહિનામાં તેની કોવિડ-19 વેક્સિન ‘ZyCoV-D’ની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવા માટેની અરજી કરી શકે છે. કંપનીને વિશ્વાસ છે કે આ વેક્સિનની મે મહિનામાં જ મંજૂરી મળી જશે. કંપની દર મહિને એક કરોડ કોરોના વેક્સિનના ડોઝ બનાવવાનો દાવો કરી રહી છે.
એક અહેવાલ મુજબ, જો મંજૂરી આપવામાં આવશે તો ZyCoV-D ભારતના Covid-19 વેક્સિનેશન અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચોથી રસી હશે. મેડ ઇન ઇન્ડિયા, કંપનીની યોજના વેક્સિનનું ઉત્પાદન દર મહિને 3-4 કરોડ ડોઝ સુધી વધારવાની છે. આ માટે તે અન્ય બીજી બે ઉત્પાદક કંપનીઓ સાથે પહેલેથી જ વાતચીત કરી રહી છે.
વેક્સિનને આદર્શ રીતે 2 થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સંગ્રહિત થવી જોઈએ. તે 25 ડિગ્રી તાપમાને પણ ઓરડાના તાપમાનની સ્થિતિમાં પણ સ્થિર રહે છે. તેનો ડોઝ લગાવવો પણ સરળ છે. ડેવલપર્સએ આ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે તેને ઇન્ટ્રાડેર્મલ ઇન્જેક્શન દ્વારા તેને ઈંજેક્ટ કરી શકાય છે.
જો ZyCoV-Dનો ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે, તો દેશના વેકસીનેશન અભિયાનમાં આવતી ખામીને દૂર કરવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે પહેલા એપ્રિલમાં ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી કે તેમની દવા Virafinને કોવિડ -19ના હળવા કેસોની સારવાર માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ તરફથી પ્રતિબંધિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.