ચૂંટણીઓ પૂરી થતાં ભાજપના રાજમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ 100 રુપિયાને પાર
પેટ્રોલ ડીઝલના ભાવમાં ગત અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. જે બાદ પેટ્રોલ- ડીઝલની કિંમત મંગળવારે રેકોર્ડ બ્રેકની ઉંચાઈએ પહોંચી ગઈ છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરના પાર થઈ ગયા છે. સરકારી તેલ કંપનીઓ તરફથી જારી નવા રેટ્સ મુજબ પેટ્રોલની કિંમતમાં આજે 27 પૈસા એને ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કાલે પેટ્રોલની નવી કિંમતમાં 26 પૈસા અને ડીઝલની કિંમતમાં 33 પૈસા પ્રતિ લીટર વધારો થયો હતો.
આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કમોડિટીઝ એન્ડ કરેન્સીઝ) અનુજ ગુપ્તાએ જણાવ્યુ કે માંગ વધવાની સાથે કાચુ તેલ મોંઘુ થવાનું શરુ થઈ ગયુ છે. તેવામાં ઘણી આશા છે કે આ મહિનાના અંત સુધી બ્રેંટ ફ્રૂડ 75 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી શકે છે. જો એવું થયું તો ભારતીય બજારમાં પેટ્રોલ 3થી 4 રુપિયા મોંઘુ થઈ શકે છે.
જાણો કયા શહેરમાં 100 રુપિયા લીટરને પાર છે પેટ્રોલ
શહેર પેટ્રોલ ડીઝલ
શ્રીગંગાનગર 102.70 95.06
અનૂપપુર 102.40 93.06
રીવા 102.04 92.73
પરભણી 100.50 90.41
ઈંદોર 99.90 90.77
ભોપાલ 99.83 90.68
ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 91.80 82.36
મુંબઈ 98.12 89.48
ચેન્નાઈ 93.62 87.25
કોલકત્તા 91.92 85.20
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.