ગુજરાત

આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય

ગાંધીનગર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લઇ શકાય છે. બોર્ડ આ મામલે નિર્ણય લેનાર છે કે પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવશે કે નહીં. બોર્ડે કહ્યું છે કે 15 મેબાદ કોવિડ-19 મામલાઓની સમીક્ષા બાદ કોઈ જાહેરાત કરવામાં આવશે. પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં જ કરવામાં આવશે. ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડનની પરીક્ષા 10 મેથી 5 મે સુધી આયોજિત કરવામાં આવનાર હતી જેને રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને જોતા સ્થગિત કરવામાં આવી હતી.
બોર્ડ પરીક્ષાઓના આયોજન અંગે પણ અત્યાર સુધી કોઈ આખરી નિર્ણય નથી લેવામાં આવ્યો, પરંતુ, 15મે બાદ કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત સરકારે આ વર્ષે વગર પરીક્ષાએ ધોરણ 1થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે પણ રાજ્યભરમાં વધી રહેલી મહામારીને જોતા તમામ સ્કૂલોમાં ઉનાળાના વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉનાળાનું વેકેશન 6 જૂન સુધી રહેશે અને નવા શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x