ગાંધીનગરગુજરાત

કેન્દ્રએ કહ્યું, વેક્સિન રજિસ્ટ્રેશન વગર અપાશે, પરંતુ કેન્દ્ર સરકારનો આ નિયમ ગુજરાતમાં લાગુ નહી

ગાંધીનગર :

આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના આ નિર્ણયને કારણે 18-44 વર્ષના લોકોને મોટી રાહત મળશે. હવે 18-44 વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની જરુર નથી. સરકારના નવા નિયમો પ્રમાણે, આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને એપોઈનમેન્ટ લઈ શકશે. જોકે આ સુવિધા હાલ પૂરતી સરકારી વેક્સિનેશન સેન્ટર પર આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ નોટિફિકેશન તમામ રાજ્ય સરકારોને મોકલ્યું છે અને તેમને ઓન સાઈટ એટલે કે સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિધા શરુ કરવાનું જણાવ્યું છે. આ સુવિધા શરુ કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડાઈ છે.

હકીકતમાં ઘણા રાજ્યોએ વેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યો હોવા છતાં પણ લોકો વેક્સિનેશન સેન્ટર આવી રહ્યાં નથી. તેથી વેક્સિન વેસ્ટેજના કેસો વધી રહ્યાં છે. આ રિપોર્ટને આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. તે ઉપરાત ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પણ વેક્સિનેશન માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

વર્કપ્લેસ પર વેક્સિેશનની મંજૂરી આપી હતી

 આ પહેલા કેન્દ્ર સરકારે શનિવારે વેક્સિનેશન એક ડગલું આગળ વધતા ખાનગી અને સરકારી ઓફિસોમાં વર્કપ્લેસ પર વેક્સિનેશનની મંજૂરી આપી હતી. સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓનોી સાથે તેમના પરિવારજનો પણ રસી લઈ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x