ગુજરાત

કોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હૉસ્પિટલમાં જ કરાયો પુસ્તકાલયનો પ્રારંભ

Navsari :

કોરોના વાયરસની(CoronaVirus) બીજી લહેરમાં કેસ સતત વધી રહ્યા છે. દર્દી જ્યારે કોરોનાથી સંક્રમિત થાય છે, ત્યારે કંટાળી જાય છે, તેને ખોટા વિચારો આવવા લાગે છે. ત્યારે કોરોના દર્દીઓ માટે કલામ સેન્ટર દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. નવસારી (Navsari) સહિત જિલ્લાનાં 20 શહેરના દર્દીઓ હૉસ્પિટલના બિછાને હવે પુસ્તક વાંચી શકશે.

આપને જણાવી દઇએ કે આ પ્રયાસ થકી દર્દીઓ હૉસ્પિટલના બિછાને રહીને પુસ્તકો વાંચી શકશે અને પોતાનું જ્ઞાન વધારી શકશે. આ પ્રયાસનો મુખ્ય હેતુ દર્દીઓનું મનોબળ મજબૂત થાય તેવો છે.

ઉલ્લેખનીય છે કે નવસારી સિવિલ ખાતે જે પુસ્તકાલય શરુ કરવામાં આવી છે તેમાં ભાગવત ગીતાથી માંડીને મોટીવેશનલ પુસ્તકો છે. માત્ર નવસારી જ નહીં પરંતુ જિલ્લાનાં 20 શહેરોમાં આ કલામ સેન્ટર (Kalam center) દ્વારા અનોખી પહેલની શરુઆત કરવામાં આવી છે.

ભક્તિ,મોટીવેશનલ સહિત અને પુસ્તકો 

કલામ સેન્ટરના ચંચાલક પરમ દેસાઇ જણાવે છે કે નવસારી ખાતે શરુ કરાયેલ પુસ્તકાલયમાં 70-80 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે, પુસ્તકાલયમાં સૌથી વધારે ભક્તિ,મોટીવેશનલ અને બાયોગ્રાફી જેવા પુસ્તકો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી દર્દી સંક્રમિત થાય ત્યારે તેના મનમાં અનેક ખોટા વિચારો આવતા હોય છે કેટલાક કિસ્સાઓમાં તો દર્દી આત્મહત્યા સુધીનું પગલુ ભરી લેતા હોય છે. એવા સમયે કલામ સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખરેખર સરાહનીય છે.

રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ 

આપને જણાવી દઇએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7,55,657 થઇ છે અને મૃત્યુઆંક 9621 થયો છે.

અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે વડોદરામાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 459, વડોદરામાં 337, સુરતમાં 181, રાજકોટમાં 152, જામનગરમાં 87, જુનાગઢમાં 66 અને ભાવનગરમાં કોરોનાના 63 નવા કેસ નોધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x