ભારતીય કોરોના વેક્સિનનો ઉપયોગ કરશે અમેરિકા ? કંપનીએ COVAXIN માટે માંગી પરવાનગી
CORONA :
ભારત બાયોટેક અને આઈસીએમઆરના સંયુક્ત પ્રયત્નો દ્વારા ભારતના કોરોના સામે કોવેક્સિન હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોવિશિલ્ડ અને કોવેકિસનની સહાયથી કરવામાં આવી હતી. હવે અમેરિકામાં કોરોના સામે આ ભારતીય શસ્ત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગવામાં આવી છે.
ભારત બાયોટેકના કોવિડ -19 રસી કોવેકિસન માટે યુ.એસ.ના ભાગીદાર ઓકુજેને યુ.એસ. ડ્રગ રેગ્યુલેટર એફડીએ સમક્ષ માસ્ટર ફાઇલ રજૂ કરી છે, ત્યારબાદ આ રસીનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવશે. ઓકુઝને જણાવ્યું હતું કે, કંપની હાલમાં યુએસમાં કોવેકિસન માટેની ક્લિનિકલ અને નિયમનકારી રીતોનું મૂલ્યાંકન કરી રહી છે, જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર (એફડીએ) પાસેથી ઇમરજન્સી યુઝ ઓથોરિટી (ઇયુએ) મેળવવાનો સમાવેશ થાય છે. ”
કંપનીએ કહ્યું કે તેમને ઇયુએ ફાઇલ કરવા માટે ભારત બાયોટેક તરફથી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કાના વધારાના ડેટાની રાહ જોઇ રહ્યાં છે. નોંધનીય છેકે કોવેકિસનના ભારતમાં સારા પરિણામો જોવા મળી રહ્યાં છે. અને, કોવેક્સિન કોરોનાની દરેક વેરિએન્ટમાં કારગત નિવડી રહી હોવાનો નિષ્ણાતોનો દાવો છે.
આ સાથે ડબલ્યુએચઓએ પણ કોવેક્સિનના સારા પરિણામો બાબતે ઉલ્લેખ કર્યો છે. જેથી હવે અમેરિકા જેવા દેશોમાં પણ કોવેકિસનની ઉપયોગીતા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. અને, ટુંક સમયમાં અમેરિકામાં પણ કોરોનાની જંગમાં કોવેકિસનનો ઉપયોગ થતો જોવા મળી શકે છે.