ગાંધીનગરમાં આવેલી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલની અનોખી પહેલ, આ વિધાર્થીઓને આપશે સંપૂર્ણ ફ્રી શિક્ષણ, જાણો વિગતો
ગાંધીનગર :
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમા કોરોના એ ભરડો લીધો છે ત્યાં ગાંધીનગર ની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં જે વિધાર્થીઓએ પોતાના માતા કે પિતાની છત્રછાય ગુમાવી છે તેવા તમામ વિદ્યાર્થીની સંપૂર્ણ ફી નહિ લેવા નો નિર્ણય કરવામાં આવ્યો. છે. તેમજ આવા તમામ વિદ્યાર્થીઓને શાળાના ઉમ્મીદ કાર્યક્રમ અંતર્ગત આખુ વર્ષ મફત શિક્ષણની સાથે સાથે પુસ્તકો પણ આપવામાં આવશે.
છેલ્લા સવા વર્ષથી કોરોનાને કારણે અનેક બાળકોએ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા છે. ત્યારે નોકરી કરતા માતા કે પિતાના અવસાનથી તેની સીધી અસર પરિવારની આવક ઉપર પડી છે. આથી આર્થિક માર સહન કરી રહેલા આવા પરિવારોની સ્થિતિ દયનીય બની રહી છે. જ્યારે બીજી તરફ શાળાઓમાં ફી, પુસ્તકો સહિતનો ખર્ચ કરવો પરિવારની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી બની રહે છે. ત્યારે માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકનું સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક ભાવી ધુંધળું થઇ જાય છે. ત્યારે આવા બાળકોનું શૈક્ષણિક કાર્ય અટકી પડે નહી તે માટે લેકાવાડામાં આવેલી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખી પહેલ શરૂ કરીને શિક્ષણ જગતમાં નવો ચિલો ચિતર્યો છે.
ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર નિલેશભાઇ પટેલે જણાવ્યું કે, શાળા દ્વાર ઉમ્મીદ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા ધોરણ-1થી 10ના વિદ્યાર્થીઓના માતા કે પિતાનું કોરોનાની બિમારીથી અવસાન થયું હોય તેવા બાળકોની વર્ષ-2021-22ની ફી નહી લેવાનો અને આખું વર્ષ મફત શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ચાલતા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આથી ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓની ફી રૂપિયા 30000 અને ધોરણ-9થી 10ની 36000 ફી લેવામાં આવે છે.