વુહાન લેબમાંથી જ લીક થયો કોરોના વાઈરસ
બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાઈરસ ચીનની વુહાન લેબોરેટરીમાંથી જ નિકળ્યો છે અને તે કુદરતી રીતે ચામાચીડિયામાંથી ફેલાયો છે તેવા કોઈ મજબૂત પૂરાવા નથી. આ નવો દાવો ચીનની અગાઉથી વધેલી મુશ્કેલીમાં વધુ ઉમેરો કરનારો છે. અમેરિકા અને પશ્ચિમી દેશ અગાઉથી જ કોરોના વાઈરસના ઓરિજન (તેના ફેલાવાની શરૂઆત) અને ચીનના દાવા અંગે પ્રશ્ન સર્જી સતત નિશાન લગાવી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તો તેમના દેશની ગુપ્તચર એજન્સીને 90 દિવસમાં આ અંગે રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યો છે. હવે બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે ચીન પર આશંકા અને પ્રશ્ન વધારે ઘેરો બની ગયો છે. બીજી બાજુ ચીને ફક્ત એક નિવેદન આપી મૌન ધારણ કરી લીધુ છે.
વુહાનની લેબમાંથી નિકળ્યો કોરોના
બ્રિટનના પ્રોફેસર એંગસ ડેલ્ગલિશ અને નોર્વેના ડોક્ટર બર્ગર સોરેનસેને આ નવા અભ્યાસ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે SARS-CoV-2 વાઈરસ હકીકતમાં ચીનના વુહાન લેબમાંથી રિસર્ચ સમયે લીક થયો છે. જ્યારે આ અંગે ભૂલ થઈ ગઈ તો રિવર્સ એન્જીનિયરિંગ વર્ઝન મારફતે તેને છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ચીનના વૈજ્ઞાનિકો વિશ્વને એ દેખાડતા હતા કે આ વાઈરસ લેબમાંથી નહીં, પણ કુદરતી રીતે ચામાચીડિયામાંથી ફેલાયો છે.
સ્ટડી બાદ જાહેર કરવામાં આવેલા સંશોધન પેપરમાં કહેવામાં આવ્યું છે કે આ બાબતના કોઈ પુરાવા મળ્યા નથી કે તે કુદરતી વાઈરસ છે. હકીકતમાં ચીનના વૈજ્ઞાનિક તેના મારફતે સાયન્સ સેક્ટરમાં આગળ વધવા માંગતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વના અન્ય દેશોના વૈજ્ઞાનિકો કરતા આગળ નિકળવાના લોભમાં આ મોટી ભૂલ થઈ ગઈ અને છેવટે માનવજાત માટે મોટું જોખમ સર્જાયું.
દાવાના પક્ષમાં પૂરાવા પણ
પેપર પ્રમાણે વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન કોવિડ-19ના નમૂનાથી કેટલાક પૂરાવા પણ મળ્યા છે. તેમા સ્પષ્ટ થાય છે કે લેબમાં પૂરાવા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોનો એવો પણ દાવો છે કે ચીન કેટલાક વર્ષથી એવા પ્રકારની હરકત કરતું રહ્યું છે, પણ તેને જવાબદારીને નજરઅંદાજ કરી છે. ચીનના કેટલાક રિસર્ચર્સે જ્યારે આ અંગે મૌન તોડ્યું તો તેમને બંધ કરાવી દેવામાં આવ્યા. ચીનના કેટલાક વૈજ્ઞાનિક અમેરિકા યુનિવર્સિટીઝ સાથે પણ જોડાયેલા છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોનો દાવો છે કે લેબમાંથી લીક થયા બાદ આ વાઈરસ માનવીમાં પહોંચી ગયો અને સમય સાથે વધારે સંક્રમિત અને શક્તિશાળી થઈ ગયો છે. તેની પાછળ ટેકનિકલ કારણ છે.
કુદરતી વાઈરસ આટલો ઝડપી ફેલાય નહીં
બ્રિટીશ અખબાર ધ ડેલી મેલને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં નોર્વેના ડોક્ટર બર્ગર સોરેનસેને કહ્યું છે કે અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે કોઈ કુદરતી વાઈરસ આટલો ઝડપથી મ્યૂટેટ હોય. તેની એક પદ્ધતિ હોય છે અને તેના રિસર્ચર પકડી લે છે. ત્યારબાદ તેના એન્ટીવાઈરસ તૈયાર કરવામાં આવે છે. કોવિડની બાબતમાં કહાની બિલકુલ અલગ છે. પછી ભલે તે હવે ચીનના વૈજ્ઞાનિક કોઈ પણ દાવો કરે, પણ હકીકત સામે આવી રહી છે અને એક દિવસ દરેક વસ્તુ આપણી સામે આવશે. અમે અગાઉ પણ લેબ લીક જોઈ છે.
ચીનના વૈજ્ઞાનિકોના દાવાને ગંભીરતાથી લો
ડોક્ટર સોરેનસેને કહ્યું છે કે ફેબ્રુઆરી, 2020ની એક ઘટના યાદ કરો. દક્ષિણ ચીનના એક યુનિવર્સિટીના સિનિયર રિસર્ચર અને મોલીક્યુલર એક્સપર્ટ બોતાઓ ઝીયાઓએ પોતાના રિસર્ચ પેપરમાં કહ્યું હતું કે જીવલેણ કોરોના વુહાનની એક લેબમાંથી નિકળ્યો છે. અહીં તેનો સામનો કરવા માટે સુરક્ષા સંચાલન પણ ન હતા. જોકે, હવે તેની ઉપર દબાણ વધ્યું છે તો આ દાવો પાછો લઈ લીધો.