મનોરંજન

જે ‘સ્ટારડસ્ટ’ મેગેઝિને વર્ષો પહેલાં સોનુ સૂદને રિજેક્ટ કર્યો હતો, આજે તેણે કવરપેજ પર એક્ટરનો ઇન્ટરવ્યુ છાપ્યો

સોનુ સૂદે એક પોસ્ટ દ્વારા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા. સોનુએ ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર ડસ્ટ’નું એપ્રિલ એડિશનનું કવરપેજ શેર કર્યું છે. એક સમયે એક્ટરે આ મેગેઝિન માટે ઓડિશન આપ્યું હતું, પણ તેનો ફોટો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે તેના જ કવરપેજ પર એક્સક્લૂઝિવ તરીકે તેને છાપવામાં આવ્યો છે.

સ્ટારડસ્ટનું સ્પેશિયલ કવર એડિશન
સોનુએ લખ્યું, એક એવો પણ દિવસ હતો, જ્યારે પંજાબથી મેં મારા અમુક ફોટો સ્ટારડસ્ટને ઓડિશન માટે મોકલ્યા હતા, પરંતુ મને રિજેક્ટ કરવામાં આવ્યો. આજે આ કવરપેજ માટે હું સ્ટારડસ્ટનો આભાર માનીશ. કવર કેપ્શનમાં લખ્યું છે, શું રિયલ હીરો સોનુ સૂદે બાકી રીલ હીરો પાસેથી સ્ટારડમ ચોરી લીધું છે?

કોરોનાકાળમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે. ગયા વર્ષે શ્રમિકોની મદદ કરવાનું શરૂ કર્યા બાદ સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને વિવિધ રીતે મદદ કરી હતી. આ વર્ષે સોનુ સૂદે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન અપાવવાની વ્યવસ્થા કરી હતી. હાલમાં જ સોનુ સૂદનો એક નવો વીડિયો વાઈરલ થયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x