દેશમાં કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થઈ, 2 લાખથી વધુ લોકોને ભરખી ગઇ, કુલ 3.60 લાખના મોત
દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ખૂબ જ જીવલેણ સાબિત થઇ. કોરોનાની બીજી લહેરમાં, ભારતમાં મૃતકોની સંખ્યા 2 લાખનો આંક વટાવી ગઈ છે અને અત્યાર સુધીમાં 3,59,676 લોકો મૃત્યુ પામ્યા છે. બીજી લહેરમાં દરરોજ લગભગ 2 હજાર લોકો મૃત્યુ પામે છે. વર્ષ 2020 માં મહામારી દરમિયાન દર પાંચમાંથી ત્રણ મૃત્યુ કોરોના સંક્રમણના કારણે થયા હતાં. અત્યાર સુધીમાં, કોરોનાને કારણે થયેલાં મૃત્યુમાંથી માત્ર 57 ટકા મૃત્યુ બીજી લહેરમાં થયા છે. જો આપણે વૈશ્વિક સ્તરે કોરોનાને કારણે થતા મૃત્યુ પર નજર કરીએ તો, બ્રાઝિલમાં 102 દિવસમાં 2.25 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને 1 માર્ચથી અમેરિકામાં 82,738 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં લગભગ 6.1 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.
મૃત્યુઆંક હજી પણ ચિંતાનું કારણ
જોકે, જૂનમાં ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં, મૃત્યુની સંખ્યા હજી પણ ચિંતાનું કારણ છે. જૂનના પહેલા અઠવાડિયામાં 16,300 લોકોનાં મોત થયાં. છેલ્લા બે દિવસમાં જ 5,873 મોત થયાં છે. આમાંથી 3,95,100 એકલા બિહારના છે. આ સાથે, ઉત્તરાખંડમાં 779 લોકોના મોત રિવાઇઝ કરવામાં આવી હતી.
આંકડામાં જેટલુ સ્પષ્ટતા એટલી જ વધુ મદદ મળશે
મહારાષ્ટ્રમાં કોવિડનાં કારણે થયેલા મૃત્યુનાં 11,000 કેસ કોવિડ -19 ના મૃત્યુઆંકમાં નોંધાયા ન હોવાના અહેવાલો પર, રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું, ‘જિલ્લામાં કોવિડ -19 ની ખાનગી અને સરકારી હોસ્પિટલો છે. સરકારી હોસ્પિટલોમાં, કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે, જ્યારે ખાનગી હોસ્પિટલોના ડેટામાં વિલંબ થાય છે અને તેથી કેસોની સંખ્યામાં અસમાનતા જોવા મળે છે. તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ -19 થી નિયમિતપણે મૃત્યુના કેસોની લિસ્ટ આપવા જણાવ્યું છે. નિષ્ણાતો એમ પણ માને છે કે ડેટામાં જેટલી સ્પષ્ટતા હશે તેનાથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં વધુ મદદ મળશે.બીજી બાજુ, જો આપણે કોરોનાના કેસોની વાત કરીએ તો, ભારતમાં દૈનિક કેસોમાં પણ ઘટાડો થયો છે. ભારતમાં અત્યાર સુધીના કુલ પુષ્ટિ થયેલ કેસોમાંથી માત્ર 62 ટકા બીજી લહેરના છે. ભારતમાં અત્યાર સુધીમાં 2.29 કરોડ કેસની પુષ્ટિ થઈ છે. તે જ સમયે 1 માર્ચથી, બ્રાઝિલમાં 65.7 લાખ અને અમેરિકામાં 48.7 લાખ કેસ સામે આવ્યા છે.