ગુજરાત

ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલના એંધાણ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ કહ્યું આગામી સમયમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.

તો આ સાથે જ આમ આદમી પાર્ટીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસ જેમ કહીં રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે કામગીરી કરી રહી છે. પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગ સફળ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે, આગામી ચૂંટણીમાં કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.

ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.

મહત્વનું છે કે બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ – અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ – સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની 7 સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપી રહ્યા છે. નરેશ પટેલે ઉંઝામાં પાટીદાર અગ્રણીઓને ખોડધામ આવવા આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.

ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ

સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજ એક થતા હવે ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x