ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારના મંત્રીમંડળનું થશે વિસ્તરણ, અનેક મંત્રીઓને પડતા મુકાશે તો મહેનતુ ચહેરાઓને સ્થાન અપાશે

ગાંધીનગર :
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવના પ્રવાસનાં બીજા દિવસે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ સામે આવેલા બંગલા નંબર K-20માં પ્રદેશ ભાજપના સિનિયર નેતાઓ સાથે દિવસભર વન ટુ વન બેઠક કરી મનોમંથન કરવાં આવ્યું હતું. પ્રદેશ પ્રભારી દ્વારા તમામ સિનીયર નેતાઓને સરકાર – સંગઠન અને વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તો સાથે જ વર્ષે 2022માં આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માટે પણ સિનીયર નેતાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં સરકારમાંથી કેબિનેટ મંત્રી કૌશિક પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રભારી સાથે મુલાકાત કરી હતી. જ્યારે સંગઠનમાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ ભાજપના ચાર મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે વન ટુ વન બેઠક કરી હતી. ગઈ કાલ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આજે સવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે પણ વન ટુ વન બેઠક કરી છે. પ્રદેશ ભાજપના 25થી વધુ તમામ સિનીયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કર્યા બાદ તમામ રિપોર્ટ પ્રદેશ ભાજપ પ્રભારી પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મુકશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની રાજનીતિમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. પ્રદેશ ભાજપ પ્રભારીના આ મનોમંથન બાદ સૂત્રો એમ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં વિજય રૂપાણી સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં મોટો બદલવા જોઈ શકાશે. વર્તમાનમાં મંત્રી મંડળમાંથી ઘણા ચહેરાઓને ઘરે બેસાડવામાં આવશે તો ઘણો ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. પરંતુ તેમાં પણ ખાસ કરીને જે ચહેરાઓ ખૂબ એગ્રેસીવ હશે તેમને પ્રાથમિકતા આપી સરકારની છબી બદલવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે કે વર્ષ 2022ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર મોટા ફેરફાર કરવા જઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x