WhatsAppની ડિઝાઇનમાં થશે બદલાવ, જાણો શું થશે ફેરફાર
WhatsApp નવા નવા ફીચર્સ લાવતુ રહે છે અને હવે તે પોતાના યુઝર્સ માટે ઇન્ટરફેસમાં બદલાવ કરશે તેવી માહીતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર WhatsApp પોતાના ઍપના UIમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે બદલાવ કરવાનુ છે. એક રિપોર્ટ પ્રમાણે WhatsApp ચેટ સેલ્સ વચ્ચે રહેલ સેપરેટ લાઇન્સને હટાવી દેશે.
એક વાયરલ સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યુ છે કે UI ત્યારે દેખાશે જ્યારે આ ફીચરને લાગૂ કરી દેવામાં આવશે. હજુ WhatsApp ચેટ્સને પાતળી લાઇન્સથી સેપરેટ કરવામાં આવી રહી છે. આ અપડેટ બાદ આ લાઇન્સને હટાવી દેવામાં આવશે.
આ પહેલા ફેસબૂકના CEOએ કન્ફર્મ કર્યુ હતુ કે WhatsApp માટે નવા ફીચર્સ આવશે. મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને પણ રજૂ કરવાની વાત કરવામાં આવી છે. હવે આ અપડેટ ક્યારે આવે છે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. કંપનીએ આ ફીચરની જાણકારી ટ્વિટ કરીને આપી છે, સાથે નવું ફીચર કઈ રીતે દેખાશે, તેનું ઉદાહરણ પણ આપ્યું છે. હકીકતમાં અત્યાર સુધી વોટ્સએપ પર જ્યારે કોઈ ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળતું હતું. એટલે કે ફોટો લાંબો છે તો પ્રીવ્યૂમાં તે કપાતો હતો. ફોટાને આખો જોવા માટે તેને ઓપન કરવો પડતો હતો. પરંતુ હવે તમે ફોટો ડાઉનલોડ કર્યા બાદ ખોલ્યા વગર પણ જોઈ શકશો. તસવીર જે સાઇઝની હશે તેનું પ્રીવ્યૂ પણ તેવું જજોવા મળશે.
ફોટો સિવાય આ ફીચર વીડિયો માટે પણ જારી કરવામાં આવ્યું છે. આ વોટ્સએપમાં ખૂબ મોટો ફેરફાર નથી, પરંતુ કામનો જરૂર છે. વોટ્સએપે આ ફીચરને iOS યુઝર્સ માટે ગયા મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન 2.21.71ની સાથે રજૂ કર્યો હતો. એવું લાગે છે કે આ સુવિધા બધાં વોટ્સએપ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.
હાલમાં ટ્વિટરે પણ ટાઇમલાઇન પર ફુલ વ્યૂ ફોટોનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. હાલ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર અડધી જોવા મળે છે. યુઝર્સે આખી તસવીર જોવા માટે ટ્વિટ પર ટેપ કરવું પડે છે. નવા ફીચર બાદ જેવો ફોટો ટ્વિટ કંપોઝ કરતા સમયે દેખાશે, તેવી પોસ્ટ થયા બાદ જ જોવા મળશે.