ગાંધીનગર

સેકટર-11માં ઝેરોક્ષની દુકાન ચલાવતા વેપારીને અજાણી યુવતી સાથે અંગતપળો માણવી પડી ભારે, યુવતીએ માંગ્યા 15 લાખ

ગાંધીનગર :

ગાંધીનગરમાં આજે હની ટ્રેપ માં યુવકને ફસાવી 15 લાખની માંગણી કરવા સબબ સેકટર 21 પોલીસ મથકમાં યુવતી સહિત ચાર વ્યકિત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સેકટર 11 માં આવેલ ઝેરોક્ષની દુકાન ચલાવતા એક વેપારી કુડાસણમાં રહે છે. આશરે બે ત્રણ મહિના અગાઉ ભોગ બનનાર વેપારીની દુકાન પર એક યુવતી ઝેરોક્ષ કઢાવવા માટે આવી હતી. ત્યારબાદ આ યુવતી અવારનવાર ઝેરોક્ષ કઢાવવા માટે આવતી હોવાથી અન્ય ગ્રાહકોની જેમ વેપારીએ તેનો મોબાઇલ ફોન લીધો હતો. ત્યારે યુવતીએ વેપારીના મોબાઇલ પર વોટ્સએપ કરીને પ્રિન્ટ કાઢી રાખવાનું કહ્યું હતું. બાદમાં યુવતી દુકાને ઝેરોક્ષ લેવા આવી હતી અને પોતાની ઓળખાણ પાયલ તરીકે આપી પૈસા ચૂકવીને ઝેરોક્ષ લઈ હસીને જતી રહી હતી. ત્યાર પછી વીસ દિવસ પછી આ યુવતીએ વેપારીને ફરી પાછો વોટસએપ કર્યો હતો અને ઈન્ફોસિટી મળવા માટે બોલાવ્યો હતો. જેથી વેપારી પણ પાયલ ને મળવા માટે ઈન્ફોસિટી પહોંચી ગયો હતો. જ્યાં ગાડીમાં ફર્યા પછી બંને સેક્ટર 16 માં આવેલી હોટલ હવેલી ઇનમાં ગયા હતા. ​​​​​​​હોટલમાં ગયા બાદ વેપારીએ અને યુવતીએ દોઢેક કલાક સુધી શારીરિક સુખ માણ્યું હતું અને બાદમાં છૂટા પડ્યા હતા. આ દરમિયાન લોકડાઉન લાગુ થતાં વેપારીનો સંપર્ક પાયલ સાથે બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ લોકડાઉન ખુલતા તેના મોબાઇલ પર વનરાજ નામના ઈસમે ફોન કરીને વેપારીને કહ્યું કે તે પાયલ સાથે ખરાબ કામ કર્યું છે. રુ. 15 લાખ આપી દે નહીં તો તારો પાયલ સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ કરી દઈશું. કાજલ ઉર્ફે પાયલ, વનરાજ, ભરત અને જય નામના ઈસમો ભેગા મળીને ભોગ બનનારને બળાત્કારના ગુનામાં ફસાવી દઇ વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપી રૂ.15 લાખની માંગણી કરવા લાગ્યા હતા. આખરે કંટાળીને ભોગ બનનાર વેપારીએ સેકટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x