ભારતે પાકિસ્તાનને આપ્યો સૌથી મોટો ઝટકો, પાડોશી દેશનો સૌથી મોટો ઉદ્યોગ પડી ભાંગ્યો!
ભારતે પાકિસ્તાનને એક વધુ ક્ષેત્રમાં પાછળ પાડી દીધું છે. જી હા ભારતે બાસમતી ચોખાની (Basmati Rice) પ્રોડક્ટ માટે જિઓગ્રફિકલ ઇન્ડિકેશન (PGI) ટેગ માટે યુરોપિયન યુનિયનમાં જ્યારે અરજી આપી ત્યારે પાકિસ્તાન તેના વિરોધમાં આવી ગયું. પરંતુ હવે પાક આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની નિકાસમાં ભારતથી ઘણું પાછળ પડી ગયું છે. જી હા અને આ કારણે પાકિસ્તાને ભારત પર નિકાસના વ્યવસાયને બગાડવાનો આરોપ લગાવ્યો છે.
પાકે આરોપ લગાવ્યો છે કે ભારતે આંતરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેનાથી પાકની ચોખાની નિકાસને મોટું નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં પાકે ભારતની સામે વિશ્વ વ્યાપાર સંગઠનમાં પણ ફરિયાદ કરવાની વાત કરી છે. જી હા ચોખાની નિકાસ ઘટતા પાક હવે આરોપો પર ઉતારી આવ્યું છે. તમને જણાવી દઈએ કે ચોખાએ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્યોગ છે. અને તેની GDP માં પણ તેનું મોટું યોગદાન માનવામાં આવે છે.
14% નિકાસમાં ઘટાડો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ચોખાની નિકાસ 14 % જેટલી ઘટી ગઈ છે. પાકના એક ખાનગી અખબારના અહેવાલ અનુસાર જુલાઈ 2020 અને મે 2021 ની વચ્ચે, પાકિસ્તાને 3.3 મિલિયન ટન ચોખાનો નિકાસ કર્યો છે. અગાઉના વર્ષના આંકડા જોવા જઈએ તો અગાઉના વર્ષે પાકની આ નિકાસ 3.87 મિલિયન ટન હતી. સ્વાભાવિક છે કે આટલા મોટા પ્રમાણમાં નિકાસ ઘટતા ચર્ચાનો મુદ્દો તો બનાવાનો જ હતો.
ભારત પર ઓછા ભાવે ચોખા નિકાસનો આરોપ
તમને જણાવી દઈએ કે પાકની ચોખાની નિકાસ ઘટતા હવે ભારત પર આરોપો લગાવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ગયા વર્ષે પાકિસ્તાનની સરખામણીમાં ઘણી ઓછી કિંમતે અન્ય દેશોને ચોખાનું વેચાણ કર્યું છે. જેના કારણે પાકની ચોખાની નિકાસ ઘટી છે.
પાકિસ્તાનના રાઈસ એક્સપોર્ટ એસોસીએશન (REAP) ના પ્રમુખ અબ્દુલ કય્યુમ પરાચાએ જણાવ્યું હતું કે, ‘ભારત ચોખાની નિકાસ 360 ડોલર પ્રતિ ટનના દરે કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન તેના ચોખાને પ્રતિ ટન 450 ડોલર વેચે છે. ટન દીઠ આશરે 100 ડોલરના તફાવતને કારણે અમારા નિકાસને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે.’