મનોરંજન

સલમાન ખાને કેટરિના કૈફને સોશયલ નેટવર્ક સાથે જોડાવાની આપી સલાહ

મુંબઇ,તા.૨૪
કેટરિન કૈફની કારકિર્દી ટલ્લે ચડી ગઇ છે. અભિનેત્રીએ રણબીર કપૂર સાથેના સંબંધો દરમિયાન મજા કરવામાં સમય પસાર કરી નાખ્યો છે. કેટે એ દરમિયાન પોતાની કારકિર્દી પર બિલકુલ ધ્યાન આપ્યુ નહોતું. હવે કેટ પોતાની ભૂલ સુધારવાના પ્રયાસ કરી રહી છે. અભિનેત્રી ફરી સલમાન પાસે પહોંચી ગઇ છે અને સલમાન તેનાથી થાય એટલી મદદ કરી રહ્યો છે.

” કેટરિના કૈફ તાજેતરમાં ૩૩મો જન્દિવસ ઊજવ્યો હતો. એ દિવસે અભિનેત્રીએ ફેસબુક પર પોતાના અકાઉન્ટ ખોલાવી ચાહકો સાથે પોતાના આકર્ષક હોટ ફોટાઓ અને વાતો શેયર કરી રહી છે.અભિનેત્રીને આ સલાહ સલમાન ખાને આપી હતી,તેમ સૂત્રે જણાવ્યુ ંહતું.

સૂત્રે વધુમાં કહ્યું હતુ કે, સલમાને જ કેટરિનાને સોશયલ મીડિયા પરઆવવાની સલાહ આપી હતી. જેથી તે પોતાને લગતી બાબતો પર સ્પષ્ટતા કરી શકે. સૂત્રની વાત સાચી માનીએ તો કેટનું સોશયલ મીડિયા સાથે જોડાવાનું કારણ વ્યવસાયિક કરતાં અંગત વધુ છે. કેટરિનો ફેસબુક પર સ્વંયનો પરિચયએકટર-ડાયરેકટર તરીકે આપ્યો છે. ”

રણબીર સાથેના બ્રેકઅપ પછી કેટ ભાંગી પડી હતી અને એકલી પડી ગઇ હતી. તેણે પોતાના આ કપરા સમયમાં સલમાન ખાનનો ફરી હાથ પકડયો અને કોમળ દિલના અભિનેતાએ કેટરિનાની કારકિર્દી પાટે ચડાવાના પ્રયાસ કરી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x