ગુજરાત

દલિત અત્યાચાર મુદ્દે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવવાની માગ

 

ગાંધીનગર : ગુજરાત સહિત દેશભરમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ખાતે દલિતો પર આચરાયેલા અત્યાચારના ઘેરા પડઘા પડયા છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ દલિતો પરના અત્યાચાર બાબતે ચર્ચા કરવા વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવવાની માગણી કરી હતી.
કોંગ્રેસના MLA શૈલેષ પરમારની CM સમક્ષ રજૂઆત
પરમારે કહ્યુ હતું કે ગુજરાતમાં દલિતો પ્રત્યે સંવેદના વ્યકત કરવાને બદલે અસ્પૃચ્છતાનો વ્યવહાર કરવામાં આવે છે. કેટલાક મંદિરોમાં દલિતોને પ્રવેશ ન આપવાના કિસ્સા બહાર આવ્યા હતા. પરિણામે દલિત સમાજના લોકોને હીજરત કરવાની પણ ફરજ પડી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે દલિત સમાજને પોલીસ રક્ષણ હેઠળ જીવવું પડે છે.
-કોંગ્રેસ આજે દમન પ્રતિકાર ધરણાં કરશે
વિવિધ સમાજો પર થતાં અત્યાચારને રોકવા કોંગ્રેસ રાજયના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં તા. 26મીને મંગળવારે સવારે 10થી4 કલાકે ધરણા કરશે. દરમિયાનમાં રાજયની અશાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તેમનો 30મી જુલાઇનો જન્મદિસવ ઉજવશે નહીં તેવું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x