ગાંધીનગરગુજરાત

NSUI દ્વારા ગાંધીનગર ની સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર ની તાળા બંધી કરવામાં આવી :

NSUI દ્વારા ગાંધીનગર ની સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર ની તાળા બંધી કરવામાં આવી :

ગાંધીનગર :

ફી નિયમન કાયદાની અસરકારક અમલવારી કરવામાં સરકાર તેમજ સરકારી તંત્ર નિષ્ફળ નીવડતા તેમજ શિક્ષણની હાટડીઓ ખોલી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓની પાસે થી તોતિંગ ફી ઉઘરાવી મનમાની કરતી શાળાઓ પૈકીની એક શાળા એટલે સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર (Sahjanand School of Achiever) ગાંધીનગર જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સાથે રાખી સરકાર, સરકારી તંત્ર તેમજ ફી રેગ્યુલેસન કમિટી ( FRC ) અને બેફામ બનેલા ટ્રસ્ટીઓ વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવરની તાળા બંધી કરવામાં આવી હતી. તેમજ વધુમાં એન.એસ.યુ.આઈ. પ્રમખ નયન શ્રીમાળી એ જણાવ્યું હતું કે, આવનારા દિવસો માં જો આવી બેફામ ફી ઉઘરાવતી શાળાઓ દ્વારા મનમાની ચલાવવામાં આવશે તો વાલીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન પણ કરીશું.
નયન શ્રીમાળી પ્રમુખ જીલ્લા એન.એસ.યુ.આઇ, અજયસિંહ, વિજયસિંહ, જનકભાઈ, ધવલસિંહ, દિવ્યરાજસિંહ, સિધ્ધરાજસિંહ, રાજપાલસિંહ તથા ૧૫૦ જેટલા એન.એસ.યુ.આઇ કાર્યકરો હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x