ડીસામાં રૂબેલા રસી આપતાની સાથે 6 છાત્રાઓ થઈ અર્ધબેભાન, જાણો
બનાસકાંઠા : ઓરી અને રૂબેલા જેવી બીમારીને પણ નાબુદ કરવા માટે સરકારે આજથી રસીકરણ અભિયાન શરુ કર્યું છે. આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 1.60 કરોડ બાળકોને આવરી લેવાશે. કેન્દ્ર સરકાર આ રસીકરણ માટે 300 કરોડનો ખર્ચ કરશે. નોંધનીય છે કે, ગુજરાત પહેલા 20 રાજ્યોમાં આ રસીકરણ અભિયાન હાથ ધરાઇ ચૂક્યુ છે. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા પાલડી વિકાસ ગૃહમાં રસીકરણના આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આજે દિવસભર આ રસીનો કાર્યક્રમ રાજ્યભરમાં ચાલ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઓરીની રૂબેલા રસી આપવા જતાં 6 છાત્રાઓ બેભાન થઈ ગઈ છે. ડીસાની અર્બુદા સ્કૂલની આ ઘટનાં છે. છાત્રાઓ ડરી જતાં ચક્કર આવતાંની સાથે શરીર જકડાઈ જતાં લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. રસી આપનાર કર્મચારીઓ પણ હાંફળા ફાંફળા બની ગયા હતા. ઇજાગ્રસ્ત છાત્રાઓને તાત્કાલિક સારવારઅર્થે ખસેડાઈ છે. આમ રસીકરણ દરમિયાન એકાએક આ ઘટના ઘટતાં હેલ્થ વિભાગ પણ દોડતો થઈ ગયો હતો. બાળકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા.