ગાંધીનગર

સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર ચિલોડામાં હોળીના તહેવારની ઉજવણી કરાઇ

ગાંધીનગર :

આજે દેશભરમા હોલિકા દહન થશે અને આવતીકાલે ધૂળેટી મનાવવામાં આવશે. ત્યારે ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર શાળામા રંગેચંગે હોળીનો તહેવાર ઉજજવવામા આવ્યો હતો. હોળી નિમિતે “સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર” ચિલોડામાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ હતી. આજે નાના ભૂલકાઓથી લઈને તમામ બાળકો અને શિક્ષક મિત્રોએ હોળી રમી હતી. કોરોના મહામારીના કારણે આજે ઘણા લાંબા સમય બાદ હોળી ઉજવવાનો અનેરો આનંદ માણ્યો હતો. આ આનંદ પૂર્વક ની ઉજવણી નિમિતે સંસ્થાના ટ્રસ્ટીઓએ બાળકોનો અને શિક્ષકમિત્રોનો આભાર માન્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x