ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ગુનાખોરી અટકાવવા અસરકારક પેટ્રોલીંગ થાય અને પેટ્રોલીંગમાં રહેલાં પોલીસ અધિકારી જવાનો ગુલ્લી ન મારે તે હેતુથી ઇ-બીટ પેટ્રોલીંગ શરૂ.

ગાંધીનગર  :

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરી સહિત અન્ય ગુના વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા અસરકારક પેટ્રોલીંગ માટે ઇ-બીટ સીસ્ટમ આખરે કાર્યરત કરી દેવામાં આવી છે જેમાં રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોએ નિયત થયેલા પોઇન્ટ ઉપર ખાસ એપ્લિકેશનથી સ્કેનીંગ કરવાનું રહેશે જેથી અસરકારક પેટ્રોલીંગ થશે અને ગુના અટકાવવામાં સફળતા મળશે.

પોલીસ હવે આધુનિક બની રહી છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ ઉકેલવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા અસરકારક પેટ્રોલીંગ થાય અને પેટ્રોલીંગમાં રહેલાં પોલીસ અધિકારી જવાનો ગુલ્લી ન મારે તે હેતુથી ઇ-બીટ પેટ્રોલીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે માટે શહેરમાં નિયત થયેલા રૃટ ઉપર બારકોડેડ ટેગ લગાડી દેવામાં આવ્યા છે અને આ સીસ્ટમને શરૃ કરી દેવામાં આવી છે. જેથી હવે રાત્રી પેટ્રોલીંગમાં નીકળતા અધિકારી – જવાનોએ નિયત થયેલાં રૃટ ઉપર જ પેટ્રોલીંગ કરવાનું રહેશે અને ટેગ સમયાંતરે સ્કેન કરવાનો રહેશે. જેથી કંટ્રોલરૃમને પેટ્રોલીંગની પળે પળની વિગતો મળી રહેશે. જિલ્લા પોલીસવડા પણ આ પેટ્રોલીંગ ઉપર સીધી નજર રાખશે. આ સીસ્ટમને કારણે હવે શહેરમાં ઘરફોડ ચોરી સહિતના અન્ય ગુનાઓમાં કાબુ મેળવવાની શક્યતા પણ જણાઇ રહી છે. ત્યારે આગામી દિવસમાં આ સીસ્ટમની સફળતાના પરિણામો પણ જોઇ શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x