રેઝ્યુમે મેકિંગ વિષય પર બીબીઍ કૉલેજ ખાતે વર્કશોપ નું આયોજન.
ગાંધીનગર
કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર, સેક્ટર-૨૩ માં આવેલી BBA કૉલેજ ખાતે તૃતીય વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત વિષય પર વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું.જેમાં ૧૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંપ્રત સમય માં યોગ્ય અભ્યાસ અને પ્રાયોગિક તાલીમ તો આવશ્યક છે.જ પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીઓ ને એટલેકે ભાવી નોકરી માટેના ઉમેદવારો ને પ્રોફેશનલ રીતે પોતાના રેઝ્યુમ ને તૈયાર કરતા પણ શીખવવું પડશે. જેના આધારે કોઈપણ પ્રતિષ્ઠિત કંપની માં તેઓની પસંદગી થાય. ઉપરોક્ત આશય થી સંસ્થા દ્વારા વર્કશોપ નું આયોજન કરવા માં આવ્યું હત. જેમાં સંસ્થા તરફથી કોલેજના પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા મુખ્ય વક્તા સિઝલ શાહને કોલેજ વતી આવકાર્યા હતા. અને તેઓનો પરિચય વિદ્યાર્થીઓને આપ્યો હતો.તમજ ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આજના વર્કશોપ બાદ યોગ્ય રેઝ્યુમ બનાવી કોલેજ માં સબમિટ કરવા તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. અને આવનારા દિવસોના પડકારો વિષે સુસજ્જ કર્યા હતા.ત્યારબાદ મુખ્યવક્તા દ્વારા વિદ્યાર્થીઓને રીસ્યુમ બનવવા માટેના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ક્યાં પ્રકાર ની માહિતી નો ઉલ્લેખ રેઝ્યુમ માં ન હોવો જોઈએ તમજ ક્યાં પ્રકાર ની માહિતી હોવી જરૂરી છે. તે સમજાવ્યું હતું. માહિતી માં પ્રાથમિકતા માં કઈ માહિતી મુકવી ક્યાં ફોરમેટ માં મુકવી આ તમામ તકનીકી બાબતો ઉપર ખુબ રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓ એ મેળવી હતી.જેનાથી વિદ્યાર્થીઓ નો રેઝ્યુમ પ્રોફશનલ જગત માં સ્વીકૃત બની શકે.વધુમાં તેઓ જણાવ્યું હતું કે વ્યક્તિ ની પસંદગી કે ના પસંદગી માટે પ્રથમ ઈમેજ એ તમારા રેઝ્યુમ થી જ બનશે. સાથે સાથે ઉચ્ચ અભ્યાસ માટે પણ વિદ્યાર્થીઓને ખુબ ઉપયોગી માહિતી આપી હતી. અને ડીગ્રી કોર્સ ના અભ્યાસ પૂર્ણ થયા બાદ કઈરીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખુબ સુંદર કારકિર્દી નું ઘડતર થઇ શકે તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.તેમણે પ્રોફેશનલ જગત ના કેટલાક ઉદાહરણો તેમજ પોતાના સ્વાનુભવથી સરળ તેમજ સફળ કારકિર્દી ના ઘડતર માટે ટીપ્સ આપી હતી. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સફળ આંત્રપેન્યોર બની શકે તે માટે તેમનો અભ્યાસક્રમ પણ તેમને ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય નિર્ધારણ માટે ઉપયોગી એવી તમામ માહિતી આજના વર્કશોપમાં તેઓ એ મેળવી હતી.
સમગ્ર કાર્યક્રમ ડૉ.રમાકાન્ત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીના હેડ ડો.જયેશ તન્ના, ધર્મેન્દ્ર રાઠોડ,પ્રો.પ્રીતેશ સોલંકી દ્વારા સફળતા પૂર્વક યોજવા માં આવ્યો હતો.