ગુજરાત

NCUI અને ઇફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં PHDCCI દ્વારા ‘સ્માર્ટ સહકારી સંસ્થાઓ’ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

PHDCCI દ્વારા ‘વિકસિત ભારત 2047 માટે PACS-નેતૃત્વવાળી સ્માર્ટ સહકારી સંસ્થાઓ’ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં આયોજન દિલીપ સંઘાણીએ પ્રેરણાદાયી સંબોધન કર્યું. PHDCCIનું આયોજન સહકારિતાના ભવિષ્યને દિશા આપનારું છે. :દિલીપ સંઘાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રચાયેલા નવા સહકારિતા મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાં નોંધપાત્ર છે : દિલીપ સંઘાણી કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા દેશમાં નવા મોડલ બાયલૉઝ અમલમાં મૂકવાનું કાર્ય સહકારિતા વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે : દિલીપ સંઘાણી પી.એચ.ડી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI) દ્વારા નવી દિલ્હીમાં PHDCCIની કોપરેટીવ કમિટી ના અધ્યક્ષ તરીકે નિમણુંક થયા બાદ “વિકસિત ભારત 2047 માટે PACS-નેતૃત્વવાળી સ્માર્ટ સહકારી સંસ્થાઓ (Building PACS-led Smart Cooperatives for a Viksit Bharat @2047)” વિષય પર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની અધ્યક્ષતા સહકારિતા ક્ષેત્રના વરિષ્ઠ નેતા, NCUI, IFFCO અને GUJCOMASOLના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ કરી હતી. કાર્યક્રમને સંબોધતાં શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આ દુરંદેશી વિષય સહકારિતાના ભવિષ્યને દિશા આપનારું છે. તેમણે આ મહત્વપૂર્ણ પહેલ માટે PHDCCIને વિશેષ અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આ આયોજન દેશમાં પ્રાથમિક કૃષિ સાખ સમિતિઓ (PACS)ને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રી સંઘાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રચાયેલા સહકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકારિતા ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલાં નોંધપાત્ર છે. મંત્રાલયની સ્થાપના બાદ PACSને સશક્ત, આધુનિક અને બહુમુખી બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં નવા મોડલ બાયલૉઝ (Model Bye-Laws) અમલમાં મૂકવાની પહેલ સહકારિતા વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. સહકારિતા મંત્રાલયની સ્થાપના, PACSનું કમ્પ્યુટરીકરણ, બહુ-રાજ્ય સહકારી સંસ્થાઓ સંબંધિત નીતિગત સુધારા તેમજ પારદર્શિતા અને જવાબદારી પર આપવામાં આવેલ વિશેષ ભાર — આ તમામ પહેલોથી સહકારી આંદોલનને નવી દિશા અને ગતિ મળી છે. કાર્યશાળામાં PACSને સ્માર્ટ, ટેકનોલોજી-સક્ષમ અને બહુહેતુક સહકારી સંસ્થાઓ તરીકે વિકસિત કરવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો, જેથી તેઓ વિકસિત ભારત 2047ના લક્ષ્યમાં અસરકારક યોગદાન આપી શકે. રાષ્ટ્રીય કાર્યશાળામાં ડૉ. સુધાન્શુ (સચિવ, APEDA), શ્રી પ્રકાશ નૈનકવરે (મેનેજિંગ ડિરેક્ટર, NFCSSF), ડૉ. રંજીત મહેતા (મુખ્ય કાર્યકારી અધિકારી અને મહાસચિવ, PHDCCI) તેમજ ડૉ. જતિંદર સિંહ (ઉપ મહાસચિવ, PHDCCI) સહિત દેશભરમાંથી આવેલા PACSના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *