ગુજરાત

ગાંધીનગર : પાતળી બેગનું ઉત્પાદન કરનારને પાંચ વર્ષની જેલ થશે

ગાંધીનગર : પાર્યાવરણની સુરક્ષા માટે 50 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મુકવાની રાજ્યમાં સૌ પ્રથમ ગાંધીનગરથી શરૂઆત કરાયા પછી રાજ્યભરમાં તેનો અમલ શરૂ કરાયો છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 50 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદ્દન જ બંધ કરવા જાહેર ચેતવણી આપી દેવામાં આવી છે. કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને તેમાં 5 વર્ષની જેલ અથવા રૂપિયા 1 લાખ દંડ અથવા દંડ અને સજા બન્ને થઇ શકે છે.

પાટનગરમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે જાહેર કરેલા નવા કાયદાના પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન નિયમ 2016નો અમલ મહાપાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે અને જમીનને પ્રદૂષિત કરતા તથા જીવમાત્ર માટે જોખમ ઉભુ કરતા 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર ગત તા. 21મી જુનથી પ્રતિબંધ મુકતુ જાહેરનામુ્ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડી દેવાયું છે. બાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા પ્લાસ્ટિક વિરોધી દળની રચના કરીને તેને કામે લગાડી દેવાયું છે.

ગાંધીનગરથી જ વર્ષ 2010થી પાતળા પ્લાસ્ટિકના વપરાશ પર બાન મુકવાની શરૂઆત કરાઇ ત્યારે 20 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવાયો હતો. ત્યારે બાદ 2013માં 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર અને હવે 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર બાન મુકાયો છે. સાથે જ 50 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકની બેગનો વપરાશ કરવો હોય તો પણ મહાપાલિકામાંથી પરવાનો મેળવવા અને તેના માટે પ્રતિમાસ રૂપિયા 4 હજાર ફી ભરવાની શરત મુકવામાં આવી છે.

નગરના વેપારીઓ દ્વારા કરાયેલા તેના વિરોધને પણ સાંભળવામાં આવ્યો નથી. હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 50 માઇક્રોનથી પાતળી બેગનું ઉત્પાદ્દન કરનારાઓ સામે કાયદેસર કરવાની જાહેરાત કરાઇ છે. બોર્ડના સભ્ય સચિવ હાર્દિક શાહના જણાવવા પ્રમાણે આ જાહેર સુચનાનો ભંગ કરનાર સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x