ગાંધીનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોના કેસનો આંકડો 50ને પાર
છેલ્લા ચારેક દિવસથી મનપા વિસ્તારમાં કોરોનાના કેસમાં ઓટની વચ્ચે મંગળવારે સુનામી આવતા જિલ્લામાં કોરોનાના નવા કુલ કેસનો આંકડો 75એ પહોંચ્યો છે. મનપા વિસ્તારમાંથી નવા 41 લોકો સંક્રમિત થયા છે. જ્યારે તેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. ઉપરાંત ચાર તાલુકામાંથી નવા 34 કેસની સામે 10 દર્દીઓ સાજા થયા છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની ચોથી લહેરમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વેગ પકડી રહ્યું હોય તેમ નોંધાતા કેસ પરથી લાગી રહ્યું છે. જોકે છેલ્લા ચાર દિવસથી મનપા વિસ્તારમાંથી કોરોનાના કેસ ઓછા નોંધાતા હતા. તેમાં મંગળવારે એકાએક ઉછાળો આવતા કોરોનાના 41 કેસ નોંધાયા છે.ગત સપ્તાહમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને ગઈકાલે સોમવારે કોરોનાના કેસ ઘટીને 40 થઈ ગયા હતા.
જ્યારે મંગળવારે ફરીથી વાયરસના ચેપમાં વધારો થતાં કોરોનાના કેસ વધીને 75 થઈ ગયા હતા. 24 કલાક. જેમાં 41 કેસ કોર્પોરેશનમાં છે જ્યારે 34 નવા કેસ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના છે. રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1030 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,257 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,244 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,39,423 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જ્યારે 37 દર્દીઓને રજા આપવામાં આવી છે. ગાંધીનગરમાં સોમવારે કોરોનાના કેસોમાં સુખદ ઘટાડો નોંધાયો હતો અને કેસની સંખ્યા 40 પર પહોંચી હતી, મંગળવારે 24 કલાક દરમિયાન વધુ 75 કેસ સરકારી ચોપડે નોંધાયા છે, બીજી તરફ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે એક દિવસમાં વધુ 34 કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામમાં ત્રણ નવા દર્દીઓનો સમાવેશ થાય છે, ગાંધીનગર તાલુકામાં સાત નવા કેસ મળી આવ્યા છે જેમાં ચાર દર્દી છચા ગામના હોવાનું જાણવા મળે છે. કલોલમાં 22 નવા કેસ સામે આવ્યા છે જ્યારે માણસા તાલુકાના પુંધરામાં રહેતી 50 વર્ષીય મહિલાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.