ગુજરાત

4000 કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માંગ સાથે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગાંધી આશ્રમ સામે 3 દિવસના અન્ન ત્યાગ સાથે ઉપવાસ.

અમદાવાદ :
રાજ્યનાં બહુચર્ચિત મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસનાં નેતાઓ આજે ઉપવાસ પર બેઠા છે. પરેશ ધાનાણીએ આજે ઉપવાસ પર બેસતાં પહેલાં ગાંધી આશ્રમમાં જઈને ગાંધીબાપુનાં આશીર્વાદ લીધા હતા.

પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડનાં વિરોધમાં સૌપ્રથમ પેઢલામાં ઉપવાસ કર્યા હતા. તેઓ આજથી સાબરમતી આશ્રમ સામે ૭૨ કલાકનાં ઉપવાસ પર બેઠા છે. બહુચર્ચિત મગફળી કૌભાંડમાં વધુ નવા ફણગા ફૂટતા જાય છે તેમ ભાજપ સરકારની મુશ્કેલીઓ વધતી જાય છે. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી મગફળી કૌભાંડમાં દોષિતોને સજા કરાવવાની માંગ કરી રહ્યા છે. મગફળી કૌભાંડમાં કોંગ્રેસ આક્રમક બનતા હવે ભાજપ બચાવની મુદ્રામાં આવી ગયો છે.

આ અગાઉ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે મગફળીના ૫ાંચ જેટલા ગોડાઉન સળગી ગયા તેનો ફોરેન્સિક રિપોર્ટ પણ સરકાર હજુ સુધી જાહેર કરી શકી નથી. ત્યારે પેઢલા પ્રકરણમાં તો દબાણવશ સરકારે માછલીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા મગરમચ્છ હજુ પકડવાના બાકી છે. આમ કહી ધાનાણીએ સરકારના કેટલાક મોટા માથાઓ અંગેનો સીધો સંકેત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x