ગાંધીનગર

રાજ્યના ગામડાઓમાં પાણી પહોંચાડતા પુરવઠા બોર્ડમાં કોઈ ઈજનેરો નથી.

ગાંધીનગર: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ઇજનેરોની અછત છે, પરંતુ નવી ભરતીથી ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી નથી. બોર્ડમાં ચીફ એન્જિનિયરની છ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. બે ચીફ એન્જિનિયરો તાજેતરમાં નિવૃત્ત થયા છે અને અન્ય બે નવેમ્બર અને ડિસેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે.અગાઉની સરકારે આ બોર્ડના સભ્ય સચિવ તરીકે IAS અધિકારીની નિમણૂક કરી હતી પરંતુ તેઓ એન્જિનિયરોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યા નથી. આ બોર્ડમાં ઘણા સમયથી ખાલી પડેલી ચીફ એન્જીનીયરની જગ્યાને કારણે બોર્ડના વહીવટને અસર થઈ છે.રાજ્યમાં 1979માં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની રચના કરવામાં આવી હતી.

 આ બોર્ડનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાને લગતી સેવાઓ પૂરી પાડવાનો છે પરંતુ અધિકારીઓની અછતને કારણે તેની સીધી અસર બોર્ડની કામગીરી પર પડી રહી છે. આ જગ્યાઓ ભરવાની જવાબદારી સભ્ય સચિવની છે.સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડમાં છ જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં આવી નથી પરંતુ તાજેતરમાં બે એન્જિનિયરોની નિવૃત્તિને કારણે વધુ બે જગ્યાઓ ખાલી પડી છે. અન્ય બે પોસ્ટમાં પ્રકાશ શાહ નવેમ્બરમાં અને એનએચ પટેલ ડિસેમ્બરમાં નિવૃત્ત થવાના છે. એવું કહેવાય છે કે બોર્ડના નિયમો મુજબ અધિક્ષક ઇજનેર તરીકે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે.બોર્ડમાં ચીફ એન્જિનિયરની કુલ 11 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે પરંતુ સમય મર્યાદામાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. બીજી તરફ કેટલાક વિવાદાસ્પદ અને નિવૃત અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. બોર્ડની સુચારૂ વહીવટી કામગીરી માટે ખાલી જગ્યાઓ ભરવા માટે બોર્ડ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x