રાજય સરકાર સામે એક પછી એક વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઇને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો
રાજય સરકાર સામે એક પછી એક વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઇને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ત્યારે આજે ફરીવાર ગાંધીનગરમાં LRD ની જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોએ તા. 1/08/2018 નો પરિપત્ર રદ કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.સરકારે બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવાની ફોર્મ્યુલા જાહેર કરી હતીLRD ભરતીમાં મહિલા અનામત મામલે થયેલા આંદોલનને થાળે પાડવા રાજ્ય સરકારે મહિલા ઉમેદવારો માટેની બેઠકો વધારીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. જેનાં પરિણામે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન સમેટાઇ ગયું હતું.
જ્યારે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ જીએડીનો ઠરાવ રદ્દ કરવાની માંગણી સાથે આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે.મહિલાઓ માટેની બેઠકો વધતા એલઆરડીનાં પુરુષ ઉમેદવારોમાં રોષબીજી તરફ મહિલાઓ માટેની બેઠકો વધતા એલઆરડીનાં પુરુષ ઉમેદવારો પણ તેમની બેઠક વધારવાની માંગણી સાથે ધરણાં કરી રજૂઆતો કરી રહ્યા છે. એલઆરડી ભરતીમાં જીએડીનાં 1-8-18 નાં ઠરાવ મુદ્દે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો અને ત્યાર બાદ બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે સરકારે મહિલા ઉમેદવારોની બેઠકોમાં વધારો કરીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય તેવી ફોર્મ્યુલા જાહેર કરી હતી.
LRD ભરતી પરીક્ષાનું પરિણામ 31 ઓક્ટોબરે જાહેર થયું હતુંઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ હતી. જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવી હતી. અને પરિણામ 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરવામાં આવી હતી.