ગુજરાત

રક્ષાબંધનથી પહેલા જાણો રાખડી બંધાવવાના શું છે લાભ, શા માટે જમણા કાંડા પર જ બાંધીએ છે રાખડી. જાણો.

ગાંધીનગર :

રક્ષાબંધનનો તહેવાર પર બેન તેમના ભાઇને રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉમરની કામનાની સાથે જ પોતાની રક્ષાનો વચન લે છે. ભાઈના કયાં કાંડા પર રાખડી બાંધવી તેને લઈને સલાહ લેવાય છે. કેટલાક લોકો માને છે કે કોઈ પણ હાથ પર બાંધવાથી કોઈ અંતર નહી પડે. પણ માન્યતાઓ મુજ્બ આવું નથી.

જમણા કાંડા પર જ શા માટે બંધાય છે રાખડી 

માન્યતાઓ મુજબ ભાઈના જમણા કાંડા પર હ રાખડી બાંધવી જોઈએ. ધાર્મિક કાર્યોમાં પણ બધા કામ સીધા હાથથી જ કરાય છે. માનવું છે કે શરીરનો જમણો ભાગ હમેશા સાચો માર્ગ જણાવે છે. શરીરના જમણા ભાગમાં નિયંત્રણ શક્તિ પણ વધારે હોય છે. શાસ્ત્રોમાં ડાબા હાથના ઉપયોગને અશુભ ગણાય છે. આ કારણે ભાઈના જમણા હાથ પર રાખડી બાંધવું જ શુભ ગણાય છે.

કાંડા પર જ શા માટે બંધાય છે રાખડી

શું તમે કયારે વિચાર્યું છે કે રાખડીને કાંડા પર જ શા માટે બાંધીએ છે ? તેના પાછળ આધ્યાત્મિક, આયુર્વેદિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે. આધ્યાત્મિક કારણની વાત કરીએ તો માનવું છે કે કાંડા પર રાખડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા મળે છે. માં દુર્ગાબા રૂપોનો પણ આશીર્વાદ મળે છે જેનાથી જ્ઞાન, ધન અને શક્તિ મળે છે.

પડે છે મનોવૈજ્ઞાનિક અસર

આયુર્વેદ પ્રમાણે, કાંડા પરા રાખડી બાંધવાથી વાત, પિત્ત, કફ સંતુલિત રહે છે જેનાથી સ્વાસ્થય પર અનૂકૂળ અસર પડે છે. કાંડા પર બાંધેલા રક્ષાસૂત્ર મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. રાખડી રક્ષાના બંધનને દર્શાવે છે, તેથી માણસ પોતાને શક્તિના સંચારને અનુભવ કરે છે. તેથી આત્મવિશ્વાસ વધવાની સાથે જ સકારાત્મક વિચાર પણ વધે છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x