આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ સામે પદભ્રષ્ટનું જોખમઃ USમાં કેવી રીતે લાવવામાં આવે છે મહાભિયોગ પ્રસ્તાવ?

ઇન્ટરનેશનલ ડેસ્કઃ  ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવશે તો તેઓ એવા પ્રેસિડેન્શિયલ ક્લબમાં સામેલ થઇ જશે જેઓ ઉપર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સામે મહાભિયોગ પ્રસ્તાવને ‘મૂર્ખામી’ ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓની સામે ક્રિમિનલ ચાર્જિસ લગાવવામાં નથી આવ્યા. જો કે, મિશેલ કોહેનના નિવેદને રીતસર બ્લાસ્ટ જ કર્યો છે. જેમાં કોહેને કહ્યું કે, 2016ના પ્રેસિડન્ટ પદના ઇલેક્શન દરમિયાન ટ્રમ્પના કહેવાથી બે મહિલાઓને પૈસા આપ્યા હતા.

અત્યાર સુધી બે પ્રેસિડન્ટ સામે મહાભિયોગ પ્રસ્તાવ
– ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસથી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેમના ઉપર મહાભિયોગ પ્રસ્તાવનો મુદ્દો વારંવાર ઉછળ્યો છે.
– એક વર્ષ કરતાં વધારે સમયથી સ્પેશિયલ કોન્સુલ (સલાહકાર) રોબર્ટ મુલર ટ્રમ્પ કેમ્પેઇનમાં તેની જીત પાછળ રશિયાનો હાથ હોવાના પુરાવાઓ એકઠાં કરી રહ્યા છે. જો કે, ટ્રમ્પે ઇલેક્શન પ્રચાર દરમિયાન રશિયાનો હાથ હોવાની વાતને નકારી છે.
– અમેરિકાન પોલિટિક્સના ઇતિહાસમાં બે પ્રેસિડન્ટ એન્ડ્ર્યુ જ્હોનસન અને બિલ ક્લિન્ટન સામે મહાભિયોગની પ્રક્રિયા થઇ છે. જો કે, બંને સેનેટમાં નિર્દોષ સાબિત થયા હતા.
– પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સને તેમના સામેના વિવાદ શરૂ થતાં જ રાજીનામું આપી દીધું હતું. જો કે, તેઓની સામે પણ મહાભિયોગ થવાની શક્યતાઓ હતી.

અમેરિકાના ટોપ પોલિટિશિયન સામે કેવી રીતે ચલાવવામાં આવે છે મહાભિયોગ?

પ્રેસિડન્ટ સામે મહાભિયોગની પ્રક્રિયા

– મહાભિયોગ એક પ્રકારની ટ્રાયલ છે જે કોઇ પણ સરકારી અધિકારી જેમાં પ્રેસિડન્ટનો પણ સમાવેશ થાય છે તેની સામે શરૂ કરવામાં આવે છે. આ ટ્રાયલ દરમિયાન જજ, જ્યૂરી કે પ્રોસિક્યૂટરની હાજરી કે જવાબદારી નથી હોતી. જ્યૂડિશરી બ્રાન્ચને મહાભિયોગ ટ્રાયલ સાથે કોઇ લેવાદેવા હોતાં નથી. આ પ્રક્રિયા કેપિટલ હિલમાં થાય છે.
– અમેરિકાનું બંધારણ ભલે માત્ર ચાર-પેજ લાંબુ હોય, પરંતુ આર્ટિકલ 2 સેક્શન 4 હેઠળ ક્રિટિકલ ડોક્યુમેન્ટ્સમાં મહાભિયોગના નિયમોનો ઉલ્લેખ છે.
– ઇમ્પિચમેન્ટ એટલે મહાભિયોગ માટે ત્રણ ગુનાનો ઉલ્લેખ છેઃ રાજદ્રોહ અને લાંચમાં તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે છે, પરંતુ ઉચ્ચ અપરાધ અને દુષ્કૃત્યો માટે દલીલની શક્યતાઓ છે. જેમાં રાજકારણના બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવે છે.
– સેનેટ પ્રતિનિધિઓ દ્વારા પ્રેસિડન્ટ સામે ઉલ્લેખ કરવામાં આવેલા કોઇ પણ એક ગુના હેઠળ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં પ્રતિનિધિઓ દ્વારા જ દલીલ રજૂ કરવામાં આવે છે.
– આ પ્રતિનિધિઓમાં એકમાત્ર કમિટી પાસે હક્ક હોય છે જેઓ પ્રેસિડન્ટ વિરૂદ્ધ આરોપો ઘડી શકે છે. ગૃહનો કોઇ પણ પ્રતિનિધિ આ ગુનાઓને રજૂ કરવા માટે પ્રસ્તાવ મુકી શકે છે. ત્યારબાદ તે પ્રસ્તાવ માટે મત થાય છે.
– જો સૌથી વધુ વોટ પ્રસ્તાવને મળે તો પ્રેસિડન્ટ સામે મહાભિયોગ થાય છે. તેનો અર્થ એ નથી કે પ્રેસિડન્ટ દોષિત છે. વધારે મત મળવાના કારણે પ્રેસિડન્ટને સેનેટ સભ્ય પદેથી બરતરફ કરવામાં આવે છે.
– અહીં સેનેટ જજ અને જ્યૂરીનું કાર્ય કરે છે. તેમાં પુરાવાઓ, જો બે તૃતીયાંશ મત પ્રેસિડન્ટ વિરૂદ્ધ જાય તો તેઓને સેનેટનો દરવાજો બતાવી દેવામાં આવે છે.
– જો પ્રેસિડન્ટ સામે કાર્યવાહી થાય તો તેઓને પદભ્રષ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે જે કોર્ટમાં થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x