Uncategorized

નર્મદા ડેમની સપાટી 118.83 મીટર : 4 દિવસમાં 122 મીટરને ક્રોસ થવાની શક્યતા.

  • વડોદરાઃ 

    ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમનની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 118.83 મીટર પર પહોંચી છે. આ જળ સપાટી અગામી 4 દિવસમાં વધીને 121.92 મીટરે જવાની શકયતા છે. હાલ ડેમમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 1050 MCM છે. હાલ ઉપરવાસમાંથી 18,467 ક્યુસેક પાણીની આવક થઈ છે.

    શુક્રવારે ઉપરવાસમાં 32,536 ક્યુસેક પાણીની થઈ છે આવક

    વરસાદના પગલે શુક્રવારે ઉપરવાસમાંથી 32,536 ક્યુસેક પાણીની આવક થઈ હતી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છો. ડેમની સપાટી ગઈકાલે 118.39 મીટરે હતી. જે વધીને આજે 118.83 મીટરે પહોંચી છે. ગઈકાલે પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 988.04 MCM હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે 12 દિવસ ગુજરાતને પાણી આપવાની જાહેરાત કરી હતી. જે પોકળ સાબિત થઈ છે.
    અગામી દિવસોમાં ડેમની સપાટી 121.92 મીટરે પહોંચે તેવી શકયતા

    ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. આ પાણીની આવકના પગલે ડેમની સપાટીમાં અનુક્રમે સતત વધારો થઈ રહ્યો છે. સતત થઈ રહેલા વરસાદને પગલે ડેમની સપાટી અગામી દિવસોમાં 121.92 મીટરે પહોંચે તેવી શકયતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x