ગુજરાત

ગાંધીનગરની  બીબીઍ  કૉલેજ ના  ૧૧૨ વિદ્યાર્થીઓ લાઓમોર બિસ્કીટસ પ્રા.લી. ના પારલેજી પ્લાન્ટ ની ઔધોગિક મુલાકાત

ગાંધીનગર 

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર ની બીબીઍ કૉલેજ વિદ્યાર્થીઓ નાં સર્વાંગી ઘડતરમાં અનેકવીધ પ્રવૃતિઓ દ્વારા અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આજે દેશ – વિદેશમાં બીબીઍ કૉલેજ ગાંધીનગર નાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રે મહત્વપૂર્ણ  પદ પર કાર્યરત રહી પોતાની સેવા આપી રહ્યા છે.અને ઍજ પરંપરા ને આગળ વધારતા અભ્યાસનાં ભાગ રૂપે તેમજ સાંપ્રત સમય માં ઔધોગીક ક્ષેત્ર માં ચાલતા વ્યહવારીક જ્ઞાનને પ્રત્યક્ષ રીતે સમજવા માટે આજ રોજ ૧૨૫ વિદ્યાર્થીઓ ઍ  સ્થિત પારલેજી પ્રાઇવેટ લિમિટેડ ની મુલાકાત લીધી હતી.

કંપની ની સ્થાપના નરોત્તમદાસ ચૌહાણ નામના શ્રેષ્ઠી દ્વારા ૧૯૨૯ માં કરવામાં અવી હતી. હાલ કંપનીના ચેરમેન તરીકે પ્રકાશભાઈ ચૌહાણ કાર્યરત છે. ૬૯૫ કર્મચારીઓ કંપની માં હાલ કાર્યરત છે. અને કંપની ના વિકાસ માટે યથા યોગ્ય યોગદાન આપી રહ્યા છે.વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વ પૂર્ણ બાબત એ રહી કે મોટાભાગે કોઈપણ કંપની ની ઔધોગિક મુલાકાત દરમ્યાન તેઓ ને ફાઈનાન્સ,એચ.આર.વિભાગ તેમજ એકાઉંન્ટ અને ઓડીટ વિભાગ અને સંશોધન તેમજ વિકાસ (R&D) વિભાગ તેમજ માર્કેટિંગ વિભાગ જેવા તમામ વિભાગના મહત્વપૂર્ણ પાસાઓ સમજાવ્યા જે ખુબ ઓછી જગ્યા એ સમજાવવા માં આવે છે. સાથે સાથે કંપની દ્વારા પ્રોડક્શન પ્રોસેસ બતાવવા માં આવી જેમાં પ્રોડક્શન ના તમામ સ્ટેજ  બતાવવા માં આવ્યા.કંપની ગ્રાહકો ને ધ્યાન માં રાખી તમામ ક્ષેત્રે કાળજી રાખે છે.તે બાબત સમજાવવા માં આવી. સાથે સાથે કંપની પોતાના કર્મચારીઓ માટે વર્ષ દરમ્યાન અનેક તેઓ ના વિકાસ માટે પ્રવૃતિઓ કરે છે. અને તેઓ ના હોલસેલ ખરીદદારો માટે પણ આકર્ષક યોજનાઓ અમલ માં મુકવા માં આવે છે.

આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓમાં ઔદ્યોગીક ક્ષેત્રેની કામગીરીનું વ્યવહારીક જ્ઞાન તેમજ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી  વિદ્યાર્થીઓને બે જુથોમાં વહૅચાઈ ઇંડસ્ટ્રિનું જ્ઞાન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ નું ગ્રૂપ ઍક પછી ઍક વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કંપનીના ઍચ.આર.એક્ઝિક્યુટિવ તેમજ માર્કેટિંગ ના અધિકારીશ્રી ભુપેન્દ્રભાઈ પાસેથી પ્લાન્ટ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી. અહીં ૨ પ્રકારના બિસ્કીટનું ઉત્પાદન અહીં કરવા માં આવે છે. અને તેના માટે ૨ પ્લાન્ટ અલગ રીતે કાર્યરત છે.એક દિવસ માં ૬૦ લાખ બિસ્કીટ ના ઉત્પાદન ની ક્ષમતા કનોઅની ધરાવે છે. કંપની નું અંદાજીત વાર્ષિક ટર્નઓવર ૩૫૦૦ કરોડ જેટલું છે.જે કંપની ની વિસ્તૃતતા સૂચવે છે. મેલોડી,મેંગો બાઈટ,પોપીંસ,કીસ્મી ટોફી, મોનેકો, ક્રેક્જેક. ફ્રૂટી, એપ્પી  જેવી લોકપ્રિય પ્રોડક્ટ્સ કંપની દ્વારા માર્કેટ માં વેચાણ અર્થે મુકવા માં આવેલ છે. જે

સમગ્ર મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ ની ટેક્નિકલ તેમજ તમામ મશીનરી અને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ દરેક મશીનરી નાં નામ તેમજ તેનુ મૂલ્ય બાબતે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કાર્ય હતા.તથા ખાસ કરી ને ક્વાલિટી ઉપર કંપની કેવુ ધ્યાન આપે છે. તેમજ કર્મચારી ની સુરક્ષા નું પ્લાન્ટ ઉપર પુરતુ ધ્યાન રાખવા માં આવ્યુ છે.  કંપની ના સાથે સાથે ગ્રાહક ને સંપૂર્ણ સંતોષ થાય તેમજ તેમની ફરિયાદો નું સત્વરે નિવારણ કરવા બાબત ની જાણકારી આપી હતી તેમજ દેશનાં હિત માં સ્વચ્છતા કુદરતી સંસાધનો નો સાંચવી ને ઉપયોગ કરવો તેવા સૂચનો વિદ્યાર્થીઓ ને કરવા માં આવ્યા હતા. વિઝિટ ના છેલ્લા તબક્કામાં બીબીઍ  કૉલેજનાં વિદ્યાર્થી દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે કૉલેજ દ્વારા આયોજીત આ વિઝિટ વિદ્યાર્થીઓમાં ધંધો તેમજ ધંધા ના સંચાલન નું કૌશાલય શિખવે છે અને વિદ્યાર્થીઍ કંપની તેમજ તેના સંચાલકશ્રીઑ નો આભાર વ્યક્ત કર્યો હતો. પારલેજી  ઘણા સમયથી સફળતા પૂર્વક  ફૂડ પ્રોડક્ટ નાં ઉત્પાદન તથા વેચાણ  સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થીઓ  ૨૫ ની  સંખ્યા માં બે જુથોમાં વહૅચાઈ  પ્લાન્ટની મુલાકાત કરી હતી તેમજ સંચાલનનાં સિદ્ધાંતોને આ પ્રકારના વ્યવસાયો માં કઈ રીતે વ્યહવારુ  રીતે અમલી બનાવી શકાય તેની તલસ્પર્શી માહિતી પ્રાપ્ત કરી હતી.  સમગ્ર મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓની ટેક્નિકલ તેમજ તમામ મશીનરી અને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ

આ વિઝિટ ને સફળ બનાવવા માટે સંસ્થાનાં આચાર્ય ડૉ.રમાકાન્ત પૃષ્ટિ નાં માર્ગદર્શન હેઠળ પ્લેસમેંટ અને ટ્રેનિંગ સમિતિ નાં ઇંચાર્જ ડૉ.જયેશ તન્ના તેમજ ડો.નીરવ જોશી,પ્રો.પ્રીતેશ સોલંકી  દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *