ગુજરાત

ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત ગાયબ: દુનિયા શાકાહારી તરફ ગુજરાત માંસાહાર તરફ

નગરો અને મહાનગરોના અધિકારીઓને રાજ્યના શહેરી વિકાસ વિભાગે સૂચના આપી છે કે, મોટાપાયે મરઘીઓની કતલ થઈ રહી છે તે ઝડપથી અટકાવી પગલાં લઈને સરકારને અહેવાલ મોકલવો. આ આદેશ શહેરી વિકાસ વિભાગના અધિકારી વાય. બી. પટેલે આપ્યો છે. લાખોની સંખ્યામાં મરઘીઓની કતલ થાય છે તે કાયદા વિરુદ્ધ છે. મરઘાઓની કતલ કતલખાનાની અંદર થવી જોઈએ પણ તેમ થતું નથી. ધી પ્રિવેન્શનલ ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ એક્ટ ૨૯૬૦ની કલમ ૨ના કાયદા મુજબ મરઘીઓ પક્ષી નહીં પણ પ્રાણી છે, તેથી તેને કતલખાનામાં જ કલત કરી શકાય છે, આવાં એક પણ કતલખાનામાં મરઘીની કતલ થતી નથી. તેમ અહિંસક સંઘોએ સરકારને ફરિયાદ કરી છે. ગયા અઠવાડિયે માનવવસતીની આસપાસ મરઘાફાર્મ પર પ્રતિબંધ ગુજરાત સરકારે મૂક્યો હતો. આમ, ગાયોની કતલ અને મરેલાં પશુંઓનો પ્રશ્ન હજુ ઊભો છે ત્યાં મરઘા મારવાં નહીં એવો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ગૌરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યાં હવે મરઘાને મારવાં નહીં એવો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

બેહિસાબ કતલ
કલતખાના વગર જે પશુ કપાય છે તે ચાર ગણાં હોવાની શક્યતા છે. તે હિસાબે નાનાં-મોટાં ગણીને ૮ લાખ પશુ માનવઆહાર તરીકે ખવાતાં હશે. ઈંડાંનું પણ આવું જ છે. પશુપાલન વિભાગના અધિકારી કહે છે કે રાજ્યમાં એક પણ ગાય, વાછરડાં કે બળદ કપાતા નથી તેથી અમે તેનો અંદાજ જાહેર કર્યો નથી પણ હકીકત ઊલટી છે. ગાય અને બળદ હજારોની સંખ્યામાં કપાય છે.

ગુજરાતની મરઘી નંબર વન
બીજી બાજુ, ગુજરાત સરકારના પશુપાલન વિભાગની ઈંડાં પેદા કરવાની યોજનાઓને કારણે ઈંડાંનું ઉત્પાદન એકદમ વધી ગયું છે. દેશની મરઘીઓ કરતાં વધું ઈંડાં મૂકવામાં ગુજરાતની મરઘીઓએ એક નંબર પ્રાપ્ત કર્યો હોવાની જાહેરાત પશુપાલન વિભાગે કરી છે. દેશની દેશી મરઘી સરેરાશ વર્ષે ૧૦૭ ઈંડાં મૂકે છે જ્યારે ગુજરાતની દેશી મરઘી વર્ષે સરેરાશ ૧૩૨ ઈંડાં મૂકતી થઈ છે. દેશી મરઘીએ ઈંડાં આપવામાં દેશમાં નવમો રેન્ક મેળવ્યો છે પણ સુધારેલી જાતની મરઘી તો નંબર એક પર આવીને ઊભી છે. ભારતમાં સરેરાશ સુધારેલી મરઘી ૨૭૬ ઈંડાં વર્ષે આપે છે પણ ગુજરાતની સુધરેલી મરઘી ૩૦૫ ઈંડાં વર્ષે આપે છે. જે સમગ્ર દેશમાં પ્રથમ નંબર પર છે. નવસારીની મરઘી ૩૩૬ ઈંડાં આપે છે જ્યારે સાબરકાંઠાની મરઘી ૨૭૪ ઈંડાં આપે છે. પંચમહાલની દેશી મરઘીઓ સમગ્ર દેશમાં વધું ઈંડાં આપવા માટે વખણાય રહી છે, આમ બિહાર, દિલ્હી, પિૃમ બંગાળ, આંધ્ર પ્રદેશ રાજ્યો જે ન કરી શક્યાં તે અહિંસક ગુજરાતે કરી બતાવ્યું છે.

૭ લાખ કિલો ગૌમાંસ ૫કડાયું
ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો પ્રમાણે ૨૦૦૬થી ૨૦૧૧ સુધીમાં ૬,૯૮,૪૨૧ કિલો ગૌમાસ પકડાયું હતું. હાલ ભાજપનું શાસન શરૂ થયું ત્યારે ૨૦૦૧માં ગુજરાતનાં લોકો ૭ ઈંડાં વર્ષે ખાતાં હતાં જે ૨૦૧૫માં ૨૫ ઈંડાં ખાવા લગ્યાં છે, જે ૩૩૫ ટકાનો વધારો બતાવે છે. ૧૫ વર્ષ પહેલાં ૨૯૧ ગ્રામ દૂધ પીતાં હતાં જે આજે ૪૯૨ ગ્રામ પીવે છે. આમ દૂધ કરતાં ઈંડાંની વપરાશ વધારવામાં આવી છે. દેશમાં દૂધનો ગ્રોથરેટ ૪.૩૩ અને ગુજરાતનો ૫.૪૪ છે જ્યારે ઈંડાની વપરાશમાં દેશનો ગ્રોથરેટ ૫.૫૪ છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x