જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય
નવી દિલ્હીઃ
દેશ આખો ગણેશોત્સવમાં ડૂબ્યો છે, આ વખતે ગણેશોત્સવ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો મતલબ કે 23 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. જો કે વિસર્જન પહેલા તેનું શુભ મુહૂર્ત જાણી લેવું બહુ જરૂરી છે. અહીં જાણો શુભ મુહૂર્ત અને સમય.
જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય
અનુંત ચૌદશના દિવસે થાય વિસર્જન
આમ તો ગણપતિ ક્યાંક એક દિવસ, ક્યાંક 3 દિવસ, ક્યાંક 5,7 દિવસ તો ક્યાંક પૂરા 10 દિવસ વિરાજમાન રહે છે પરંતુ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ગણેશોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ખતમ થાય છે અને આ દિવસ સુધીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થઈ જવું જ જોઈએ.
જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય
ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત
અનંત ચૌદશ પર થશે ગણેશ વિસર્જન – 23 સપ્ટેમ્બર 2018. વિસર્જનનું શુભ મુહૂર્ત સવારે 08.01થી લઈને બપોરના 12.31 વાગ્યા સુધી છે. બપોરે 2:1થી લઈને 3:31 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે અને સાંજે વિસર્જન માટે 6:31થી લઈને 11:01 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે.
જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય
શું છે વિસર્જન?
વિસર્જન શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘પાણીમાં વિલીન થવું’, આ સમ્માન સૂચક પ્રક્રિયા છે માટે ઘરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાયેલ મૂર્તિને વિસર્જિત કરીને એમને સમ્માન આપવામાં આવે છે.