ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મુખ્યમંત્રીની સહીથી ભાજપના ધારાસભ્યોને વ્હિપ જારી કર્યો છે, અવિશ્વાસ ના પ્રસ્તાવ પરની ચર્ચા ને લઇ ભાજ્પમાં ફફડાટ પેઠો.

ગાંધીનગર :

ગઇ કાલે ખેડૂતોના દેવા માફી મુદ્દે કૉંગ્રેસ દ્રારા વિધાનસભા ઘેરાવો ના કાર્યક્રમ થી રાજકારણ ભારે ગરમાયુ છે, આ વખતે કૉંગ્રેસ આક્રમક મૂડમાં છે, ત્યારે આજે સત્ર ના બીજા દિવસે અવિશ્વાસ ના પ્રસ્તાવ પરની ચર્ચા ને લઇ ભાજ્પમાં ફફડાટ પેઠો છે, જેને લઈ મુખ્યમંત્રી ની સહીથી ભાજપના ધારાસભ્યોને વ્હિપ જારી કર્યો છે, જેમાં ધારા સભ્યો ને ફરજીયાત હાજર રહેવા ઉપરાંત ચીમકી ઉચ્ચારવામા આવી છે કે, જો તમે ગેરહાજર રહેશો, મતદાનથી વંચિત રહેશો, અથવા પક્ષનો અનાદર કરશો તો, ભારતના બંધારણની દશમી અનુસુચિ મુજબ તમે ગેરલાયક ઠરશો.

આજે ચોમાસું સત્ર નો બીજો દીવસ ભારે તોફાની બનવા સાથે નવા જૂની થવાના એધાણ વર્તાઈ રહયા છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રજૂ કરેલ અવિશ્વાસ દરખાસ્તના પગલે ભાજપમાં દોડધામ મચી છે.

સરકારના મંત્રીમંડળ સામે મુકાયેલ આ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તની આજે વિધાનસભામાં ચર્ચા થવાની શક્યતા છે. જેને લઇ ભાજપે વ્હિપ જારી કરવો પડયો છે.

કારણ કે સત્ર ની શરૂઆતના આગલા દિવસે મળેલ ભાજ્પ ની બેઠકમાં પણ ભાજ્પ ના આશરે પંદરેક ધારાસભ્યો ગેરહાજર રહયા હતાં. સત્ર ના પ્રથમ દિવસે પણ કેટલાંક ધારા સભ્યો ડોકાયા ન હતા જેને લઇને ભાજપમાં ફફડાટ પેઠો છે કે કયાંક હજુરિયા ખજુરિયા જેવી હાલાત તો નઈ થાય ને ? ભાજપમાં પણ અંદરખાને રહેલ નારાજગી અનેકવાર સપાટી પર મીડિયા ના માધ્યમ થી આવી ચૂકી છે, ત્યારે જો મતદાન થાય અને એમા અંદરખાને નારાજ રહેતા ધારાસભ્યો ગેરહાજર રહી મતદાન થી વંચિત રહે તો કદાચ સરકાર ઘરે પણ જઇ શકે છે, એ વાતને નકારી શકાય નહીં, કારણ કે ભૂતકાળ એનો સાક્ષી છે.

આજે સત્ર ના બીજા દિવસે વિધાનસભામાં બપોર પછી અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા થઈ શકે છે, ત્યારે ‘પાણી પહેલા પાળ બાંધવા ‘ માં માહિર ભાજપે તમામ ધારાસભ્યો ને મંગળવાર ની રાતે જ વ્હિપ જારી કર્યો છે. સામાન્ય રીતે પક્ષના દંડક જ વ્હિપ જારી કરતા હોય છે પણ પ્રથમવાર એવુ બન્યુ છે કે, મુખ્યમંત્રીની સહીથી ધારાસભ્યોને ફરજિયાત ગૃહમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આમ,સત્રના આખરી દિવસે અવિશ્વાસની દરખાસ્ત પર શું થશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. કઇં નવા જૂની તો નહી ને તે મુદ્દે ચર્ચાઓ થવા લાગી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x