ગુજરાત

જૂનાગઢ ખાતે વનવાસી કલ્યાણ પરિષદનો વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ :
વન થી જન સુધી એકતાનાં તાંતણે બંધાવાનાં સંકલ્પ સાથે વનવાસી કલ્યાણ પરિષદનાં કાર્યકર્તા કટીબધ્ધ
અખીલ ભારતિય વનવાસી કલ્યાણ પરિષદનાં જૂનાગઢ પ્રકલ્પનાં નગરીય કાર્યકર્તાઓ દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ જૂનાગઢ શહેરમાં યોજાયો હતો. વનવાસી કલ્યાણ પરિષદનાં પ્રાંત અધ્યક્ષશ્રી ચંદ્રકાન્તભાઇ રાવલાણી અને મહિલા સેવા સમિતિનાં અધ્યક્ષ ગાયત્રીબેન વ્યાસની અતિથિ વિશેષ પદે ઉપસ્થિતીમાં યોજાયેલ પરિવાર મિલન કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન અને મનેજીંગ ટ્રસ્ટીશ્રી જે.કે. ઠેશીયાએ જણાવ્યુ હતુ કે આપણી ભારતિય સંસ્કૃતિ વિવિધતામાં એકતાનાં દર્શન કરાવે છે. સમરસ સમાજનાં નિર્માણ માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે. કોઇ ઘરની દિકરી શિક્ષણથી વંચીત ના રહે તેની સૈાએ કાળજી દાખવવી પડશે. કાર્યક્રમનાં ઉદઘાટક અને કૃષિ યુનિ.નાં પુર્વ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એ.એમ.પારખીયાએ જણાવ્યુ હતુ કે વિકાસની આંધળી દોટ અને મહત્તમ ખેત ઉત્પાદન મેળવવાની લ્હાઈમાં ખેતરો રાસાયણીક ખાતરો અને રાસાયણિક જંતુનાશક અને નિંદામણ નાશક દવાથી તરબતર બન્યા છે. આજે શુધ્ધ દવામુક્ત લીલા શાકભાજી અને ભેળસેળમુક્ત દુધ-દહીં મળવા દોહલ્યા બન્યા છે ત્યારે આપણી પ્રાચિન સંસ્કૃતિનાં રખેવાળ એવા પ્રકૃતિને સંગે જીવતા વનબાંધવો સાથે આત્મિયતાનાં નાતે જોડાયેલ વનવાસી કલ્યાણ પરીષદનાં જૂનાગઢ કાર્યકર્તાઓની કામગીરી સરાહનિય છે. નોવેલ્ટી ફર્નિચરનાં ચેરમેનશ્રી હરેશભાઇ ગોધવાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે સમરસ સમાજનાં નિર્માણમાં ભારતિય સંસ્કૃતિને વરેલા વનક્ષેત્રે વસતા વનબાંધવોનાં સર્વાંગી વિકાસમાં સમાયેલો છે. શ્રી ગોધવાણીએ તેમનાં વ્યવસાયીક પ્રતિષ્ઠાનો પર સેવાપાત્ર મુકી વનબાંધવોનાં સર્વાંગી ઉત્થાનમાં સહયોગી બનવાની નેમ વ્યક્ત કરી ઉમેર્યુ હતુ કે આપણી પ્રાચિન સંસ્કૃતિમાં અનેક વનબાંધવોનાં દ્રષ્ટાંતો આપણને આજેય પથદર્શક બની રહ્યા છે. કાર્યક્રમનાં અતિથી વનવાસી કલ્યાણ પરિષદનાં રાજય મહિલા સેવા સમિતીનાં અધ્યક્ષા ગાયત્રીબેન વ્યાસે બહેનોને પોતાનાં નિયતકાર્યનાં સમયમાં બચેલા સમયનું યોગદાન અન્ય બહેનોને આર્થિક પગભર બનાવવા અને તેમનામાં કૈાશલ્યવર્ધન થાય તેવી ગૃહકાર્યની તાલીમ આપવા યોગદાન આપી કર્તવ્ય બજાવવા અનુરોધ કર્યો હતો. સાથે વનક્ષેત્રે છેવાડાનાં વિસ્તારમાં વસતા વનવાસી પરિવારોનાં બાળકોને નગરીય સંસ્કાર-શિક્ષણની હૂંફ મળે તેવી પ્રેરણાદાયી પ્રવૃતિ કરવા પણ હિમાયત કરી હતી. આ પ્રસંગે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદનાં શ્રી ચંદ્રકાન્તભાઇ રાવરાણીએ જણાવ્યુ હતુ કે વનમાં વસતા વનબાંધવો પાસેથી આપણે ઘણું શિખવાનું છે. પ્રાચિન ભારતિય સંસ્કાર અને સંસ્કૃતિનાં રખેવાળ વનબાંધવોને સમરસ સમાજ સાથે તાલમેલ મેળવે તે માટે નગરજન થી વનજન સુધીનો સેવાસેતુ નિર્માણ કરવો પડશે. જૂનાગઢ ટીમની પ્રસંશા કરતા શ્રી રાવલાણીએ જણાવ્યુ કે સેવાપાત્રથી જૂનાગઢનાં અનેક પરિવારો માત્ર એક એક રૂપિયાનો સંચય કરી વનક્ષેત્રે કાર્યરત વનવાસી બાળકોનાં શિક્ષણ સંસ્કાર ચિંચનમાં પોતાનું યોગદાન આપે છે. જૂનાગઢ તબીબોની ટીમ કાર્યકર્તાઓ સાથે વનક્ષેત્રમાં વનબાંધવોની આરોગ્યની ચીંતા કરે તે મોટી વાત છે. જૂનાગઢ જિલ્લા વનવાસી કલ્યાણ પરિષદનાં અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ સોજીત્રાએ જૂનાગઢ પ્રકલ્પનાં કાર્યોની જાણકારી આપી આમંત્રીતોને આવકાર્યા હતા. સેવાપાત્રની વિગતો ડો. મહેન્દ્ર તારપરાએ આપી હતી. મેડીકલ કેમ્પ અને વનવાસી બાંધવો સાથેનાં આત્મિયતાનાં બંધાયેલ સબંધોની વિગતો બાળરોગ નિષ્ણાંત ડો. ભરત વોરાએ આપી હતી. કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢનાં નગરશ્રેષ્ઠીઓને વનવાસી કાર્યકર્તાઓનો પરિચય ભરત પાનસુરીયાએ કરાવ્યો હતો, શ્રી રોહિતભાઇ લાખાણીએ શબરીગાન રજુ કર્યુ હતુ. વનવાસી કલ્યાણ પરિષદનાં પરિવાર મિલન કાર્યક્રમમાં અગ્રણી તબીબ ડો. વી.વી.અદ્યેરા, અગ્રણી બિલ્ડર હેમંતભાઇ વઘાસિયા, શ્રી જયંતીભાઇ વઘાસીયા, વલ્લભ સેવા આશ્રમનાં અધ્યક્ષ અને ક્રિયેટીવ કાસ્ટીંગનાં ચેરમેનશ્રી શ્રી મનોજભાઇ ઠુમર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અતુલભાઇ લાખાણી, દામભાઇ દુધાત્રા, શ્રી હિરપરા, રેડીયોલોજીસ્ટ ડો. સવાણી, પેથોલોજીસ્ટ ડો. કણસાગરા, પ્રો.કાનાણી, પ્રો. ભુવા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન પોશીયા, ચંદ્રીકાબેન વડાલીયા, મનિષાબેન, કુસુમબેન, શ્રી ગીરીશ પોશીયા, શ્રી અશોકભાઇ પ્રિતમાણી, શ્રી જયેન્દ્રભાઇ મેઠીયા, શ્રી રામજીભાઇ ગજેરા, રામભાઇ ડોબરીયા, ડો. પિયુષ વડાલીયા, પ્રફુલ મોણપરા,છગનભાઇ સાંગાણી, ડો. બોરડ, રામભાઇ ગજેરા, પ્રો. હરેશ કાવાણી સહિત કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અશ્વિન પટેલે અને આભાર દર્શન અગ્રણી ફીજીશીયન ડો. મુકેશ વી. પાનસુરીયાએ કર્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x