ગુજરાતરાષ્ટ્રીય

10 ટકા સવર્ણ અનામત બિલ લોકસભામાં પાસ, કોણે કર્યું સમર્થન-કેટલા મળ્યા મત ? જાણો

નવી દિલ્હીઃ

સામાન્ય વર્ગને આર્થિક રીતે નબળા લોકોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવમાં સંવિધાન 124માં સંશોધન બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બિલના સમર્થનમાં વધુ મતદાન થતા બિલ પાસ થયું છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. ત્યાર બાદ ઉગ્ર ચર્ચાઓ થઇ હતી.

લોકસભામાં 124માં બંધારણીય સુધારા બિલ પર મતદાન થયું હતું. 10 ટકા સવર્ણ અનામત બિલ પાસ થઇ ગયું છે. 326 માંથી બિલના સમર્થનમાં 323 મત પડ્યા છે. જ્યારે બિલના વિરૂદ્ધમાં 3 મત પડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા-રાજ્યસભામાં 10% EBCને મંજૂરી મળ્યા બાદ દેશની 50% વિધાનસભાઓએ સમર્થન પ્રસ્તાવ પસાર કરવો પડશે. ગુજરાતમાં વિધાનસભા સત્રમાં સમર્થન પ્રસ્તાવ રજૂ થયા બાદ અમલનો માર્ગ મોકળો બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x