ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય : સવર્ણોને આર્થિક અનામતનો લાભ આવતીકાલથી જ.

ગાંધીનગર :

કેન્દ્ર સરકારે જાહેર કરેલી સવર્ણોને 10 ટકા અનામત વિધેયક સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેને મંજૂરી આપી દીધી. ત્યારે હવે તેની પહેલ ગુજરાતે શરૂ કરી છે. સવર્ણોને 10 ટકા અનામત આપવનો અમલ શરૂ કરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે ઉત્તરાયણના દિવસથી જ અનામતનો લાભ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. 14 જાન્યુઆરીથી જ સરકારી નોકરીઓમાં 10 ટકા આર્થિક અનામત આપવાના લાભની શરૂઆત કરાશે. જોકે 14 જાન્યુઆરી પહેલા જે ભરતી પ્રક્રિયા કે તે માટે પરીક્ષા થઈ હશે તેમાં લાભ નહીં મળે.

બંધારણીય સુધારા ખરડાએ દેશના આર્થિક રીતે પછાત વિભાગોને શિક્ષણ અને સરકારી નોકરીઓના 10% અનામતના મુદ્દાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં સૂચના જારી કરી છે. હવે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને આખરી ઓપ આપશે, આ આરક્ષણને આર્થિક રીતે પછાત લોકો માટે લાગુ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સંસદમાં સંશોધિત બિલ રજૂ કરાશે. આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આર્થિક રીતે નબળા વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં એસસી-એસટી એક્ટને લઈને મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી દીધો હતો. આ સાથે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની મોદી સરકારની જાહેરાત સફળ થતી જણાઇ રહી છે. EBC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે. સંસદના બન્ને ગૃહોએ બિલને પાસ કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા સવર્ણોને 10 ટકા અનામતને મંજૂરી મળી ગઇ છે. મળતી માહિતી અનુસાર, એક સપ્તાહમાં 10 ટકા અનામતનો લાભ મળવાની શરૂઆત થઇ જશે.

જે બાદ સવર્ણ વર્ગ ઘણો નારાજ જોવા મળ્યો હતો ત્યારે આજે કેન્દ્રીય કેબિનેટમાં આર્થિક રીતે પછાત વર્ગને નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કર્યો છે અને આવતીકાલે મોદી સરકાર સંસદમાં સંશોધન બિલ પ્રસ્તાવ રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. અનામતનો લાભ લેવા માટે પાસબુક, ચેકબુક અને અાધારકાર્ડ અને ઇન્કમટેક્સ રિટર્ન પણ બતાવવું પડશે. આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ અને પાનકાર્ડ પણ આ લાભ લેવા માટે કોપી આપવી પડશે.

કોને મળશે અનામતનો લાભ

જેની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે
જેની પાસે પાંચ એકરથી ઓછી જમીન ધરાવનારા સવર્ણોને મળશે લાભ
1,000 સ્કેવર ફૂટથી નાનું મકાન ધરાવનારા સવર્ણોને મળશે લાભ
109 યાર્ડ કરતા નાના પ્લોટ ધારકોને મળશે લાભ
આર્થિ્ક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત
કેન્દ્રીય કેબીનેટે અનામતને આપી મંજૂરી
અનામતનો કોટા હાલ 49.5 ટકા
બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છે 16માં બદલાવ કરવામાં આવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x