ગાંધીનગરગુજરાત

માધવગઢ, સાદરા અને ચંદ્રાલા ખાતે મહિલાઓ માટે નિ:શૂલ્ક સેવા કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો. ઓપરેટીવ બેંક સાદરા શાખા થતા ચંદ્રાલા શાખાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે જાગૃતિ અને સીબીસી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન તારીખ 15 માર્ચના રોજ સાદરા, માધવગઢ તથા ચંદ્રાલા ગામમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સી.બી.સી ટેસ્ટ, હિમોગ્લોબીન, વ્હાઈટ બ્લડ સેલ, એમ.સી.વી., એમ.સી.એચ., પ્લેટલેટસ વગેરે ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. સમાજમાં સૌથી વધુ મહિલાઓને પડતી આરોગ્યલક્ષી સમસ્યા, જાગૃતિ કેળવવા અને પ્રશિક્ષણ આપવા તથા મહિલાઓ માટે પેથોલોજીકલ લેબોટરી સી.બી.સી ટેસ્ટ નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાદરા ગામમાં 389, માધવગઢ ગામમાં 25 અને ચંદ્રાલા ગામમાં 156 મળી કુલ 570 મહિલાઓએ આ વિશેષ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં બેંકના સિનિયર મેનેજર રાકેશભાઈ પટેલ, ADC બેંક સાદરાના મેનેજર કલ્પેશભાઈ એસ. પટેલ અને ADC બેંક ચંદ્રાલાના મેનેજર અરુણભાઈ કે. ચૌધરી તથા સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કેમ્પમાં એ.એફ.સી. નોડલ ઓફિસર રાકેશભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x