જાણો આજનો PM મોદી નો ગાંધીનગરમાં શું રહેશે કાર્યક્રમ
ગાંધીનગર :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. શુક્રવારે તેઓ અહીં ગિફ્ટ સિટીની પાછળ આવેલા વલાદ ગામમાં ૨૯મા રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ઉપસ્થિત રહશે. ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજીત અમૃત આવાસોત્સવમાં વિવિધ યોજનાઓનું લોકાપર્ણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજભવનમાં મુખ્યમંત્રી સહિત સરકારી અધિકારી- પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સાંપ્રતસ્થિતિની સમિક્ષા કરવાના છે. તદ્ઉપરાંત ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ સેક્ટરના CEO અને બાદમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે પણ બેઠક યોજશે તેમ જણાવા મળ્યુ છે.
મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં ૧૮,૯૯૭ આવાસોમાં ગૃહપ્રવેશ, ૭,૧૧૩ આવાસોનું લોકાપર્ણ તેમજ ૪,૩૩૧ આવાસોનું ખાતમૂર્હત તેમજ ગ્રામિણ ક્ષેત્રે ૧૨ હજાર આવાસોનું લોકાપર્ણનો કાર્યક્રમનું આયોજન થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનુ જાત નિરીક્ષણ કર્યુ હતુ. મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થા, લાભાર્થી માટે વ્યવસ્થા તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યક્રમોને પગલે ગાંધીનગર અને અમદાવાદને જોડતા માર્ગો પર દિવસ દરમિયાન ભારે વાહનોના પરીવહનને ડાયવર્ઝન અપાયો છે. જેથી વલાદ અને મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેનારા શિક્ષકો, લાભાર્થીઓ સહિત અને સામાન્ય નાગરીકોને ટ્રાફિકનો સામનો કરવો પડે નહી.
વડાપ્રધાનનો આજનો ગાંધીનગરમાં કાર્યક્રમ
સવારે ૧૦ કલાક : અમદાવાદ એરપોર્ટ પર આગમન
સવારે ૧૧ કલાક : પ્રા. શિક્ષક સંઘના અધિવેશનમાં
બપોરે ૩-૦૦ કલાકે : ગિફટ સિટીમાં CEO સાથે બેઠક
બપોરે ૧૨ કલાકે : મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં
બપોરે ૧-૩૦ કલાકે : રાજભવનમાં એક કલાક રોકાણ
બપોરે ૪-૦૦ કલાકે : યુનિ. કુલપતિઓ સાથે બેઠક
બપોરે ૫-૦૦ કલાકે : અમદાવાદ એરપોર્ટથી દિલ્હી