GSTમાં કૌભાંડીઓને શોધવા GST વિભાગ કાર્યવાહી કરશે
સુરત:
જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે જીએસટી વિભાગ દ્વારા ૧૬ મે થી ૧૫ જુલાઇ સુધી સમગ્ર દેશમાં વેરીફિકેશન ડ્રાઇવ યોજવામાં આવશે. સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા તેમની હકુમતમાં આવતા વેપારીઓના ધંધાના સ્થળે ચકાસણી કરવામાં આવશે. જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં વેરીફીકેશન ડ્રાઈવ યોજશે. જેમાં ૪ મેના રોજ કેન્દ્રના નાણાં મંત્રાલયના મહેસુલ વિભાગની સેન્ટ્રલ બોર્ડ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા પરિપત્ર બહાર પાડીને સૂચના આપવામાં આવી છેકે, બોગસ પેઢીઓને શોધી કાઢી કરચોરી કરનારા વેપારીઓ ઉપર કાર્યવાહી કરવા માટે અભિયાન ચલાવવામાં આવે. જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને ત્યાં આ સમયગાળામાં જીએસટી અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જાે એક જ સ્થળ ઉપર બે ધંધા ચાલતા હોય તો વેપારીઓ ખાસ ધ્યાન આપવું પડશે. જાે જીએસટી અધિકારીઓને ચકાસણી દરમિયાન આપવામાં આવેલી માહિતીથી સંતોષ ન થાય તો તેઓ નેગેટિવ રિપોર્ટ આપશે. આ સંજાેગોમાં વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ,રદ કરવા અથવા તો કાનૂની કાર્યવાહી કરીને ક્રેડિટ બ્લોક કરવામાં આવશે.