ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય

ગાંધીનગર :

બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

વાવાઝોડાની ગંભીર અસરને જોતા ગાંધીનગર અને અમદાવાદમા શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની અસરને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર અને અમદાવાદનાં DEO એ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરી છે.

તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 16 જૂને શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના કારણે સંભવિત અસરને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ 13 થી 15 જુન સુધી શાળા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હવે વધું એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ પાટણ વહીવટી તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે. પાટણ જિલ્લામાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં તા,15 થી 17 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, તેમજ કોલેજોમાં 3 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તારિખ 17ના રોજ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમમિક અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંદ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા પત્ર વ્યવહાર દ્વારા શાળા કોલેજોને જાણ કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય બંદ રહેશે પરંતુ આ દરમિયાન કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x