મિલાપ ટાટારિઆ ટાઇગરને બેસ્ટ પર્ફોર્મર નો નેશનલ એચિવર્સ એવોર્ડ એનાયત કરાયો
ટેક્વોન્ડો બ્લેક બેલ્ટ ડેન ટેસ્ટિંગ અને ડેન સર્ટિફિકેશનની મુખ્ય સંચાલક સંસ્થા છે અને તે દક્ષિણ કોરિયાના સિયોલમાં સ્થિત છે. ૧૮ વર્ષ પહેલાં મિલાપ ટાટારિઆ ટાઇગરે માર્શલઆર્ટ શીખવાની શરૂઆત કરી હતી ત્યારે સહેજ પણ ખ્યાલ નહતો કે હું માર્શલઆર્ટ ક્ષેત્રે આટલો આગળ આવીશ. કુક્કીવોન વર્લ્ડ ટેક્વોન્ડો ફેડરેશન હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલ ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવ્યાની સિદ્ધિ હાંસલ કરી ગુજરાતમાંથી એક માત્ર ગાંધીનગરના મિલાપ ટાટારિઆ ટાઇગરની પસંદગી કરવામાં આવી ત્યારે સોશિયલ પોઈન્ટ ફાઉન્ડેશન થકી, જ્યુરી પેનલ દ્વારા મિલાપ ટાટારિઆ ટાઇગરને બેસ્ટ પર્ફોર્મર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો સાથે નેશનલ એચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિલાપ ટાટારિઆ ટાઇગરે ખેલમહાકુંભ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ, રાષ્ટ્રીય લેવલ તથા આંતરરાષ્ટ્રીય લેવલે ટેક્વોન્ડો રમતમાં વિજેતા ટ્રોફીઓ, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ છેલ્લા ૧૮ વર્ષમાં જીતી ચુક્યા છે. મિલાપ ટાટારિઆ ટાઇગરે સુવર્ણ ચંદ્રક, સર્ટિફિકેટ અને મોમેન્ટો સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી તથા ગુજરાત રાજ્યમાં અને ગાંધીનગર શહેરમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મિલાપ ટાટારિઆ ટાઇગરે જણાવ્યું હતું કે, અત્યંત શુદ્ધતા અને સમર્પણ સાથે મારા કાર્યો તરફના મારા પ્રયાસ તરફ વળતર તરીકે નેશનલ એચિવર્સ એવોર્ડ મળવા બદલ સોશિયલ પોઇન્ટ ઈન્ડિયાના અધ્યક્ષ અમિતભાઈ અને કારોબારી સંચાલક અભિષેકભાઈ નો હું ખૂબ આભારી છું.